AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર, કાર સળગતા 7 લોકોના મૃત્યુ, જુઓ Video

Breaking News : સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર બે કાર વચ્ચે ટક્કર, કાર સળગતા 7 લોકોના મૃત્યુ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2025 | 6:46 PM
Share

સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામની વચ્ચે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં એક કાર રોડ પર પલટી મારી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર 7  લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર આવેલા ઝમર અને દેદાદરા ગામની વચ્ચે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં એક કાર રોડ પર પલટી મારી ગઈ હતી અને ગણતરીની ક્ષણોમાં જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર 7  લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

આ દુર્ઘટનામાં ભોગ બનેલા સાત મૃતકો ધંધુકા તાલુકાના ઝીઝર ગામના એક જ પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતા પોલીસની ટીમો પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેમણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે મૃતદેહોને બહાર કાઢી, પોસ્ટમોર્ટમ માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની વિગતવાર તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને કારણે સુરેન્દ્રનગર-લખતર રોડ પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 17, 2025 06:42 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">