Breaking News : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા, જુઓ Video
શિયાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદી ઝાપટા પડ્યા હતા.છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 21 તાલુકાઓને ધમરોળ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાએ નુકસાની વેરી છે.
રાજ્યમાં એક બાજુ શિયાળું પવન ફૂંકાવાની શરૂઆત થઇ ચૂકી છે.તો બીજી બાજુ શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જામ્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં અનેક તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
કમોસમી વરસાદની આગાહી
કમોસમી વરસાદને કારણે જગતનો તાત સૌથી વધુ પરેશાન થયો છે.અચાનક મેઘરાજાની પધરામણીથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.માવઠાને કારણે પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.તો હજુ પણ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે.ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.તો રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
કમોસમી વરસાદને કારણે મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે. હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યેલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દ્વારકા, જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે.