What Gujarat Thinks Today: લવ જિહાદ, લગ્ન નોંધણી અને વિકાસનો રોડમેપ : હર્ષ સંઘવીની ખુલ્લી વાત

What Gujarat Thinks Today: લવ જિહાદ, લગ્ન નોંધણી અને વિકાસનો રોડમેપ : હર્ષ સંઘવીની ખુલ્લી વાત

| Edited By: | Updated on: Mar 03, 2026 | 3:12 PM

ટીવી9ના થિંક ફેસ્ટ મંચ પર ગુજરાતના ઉપમુખ્યમંત્રી Harsh Sanghaviએ વિવિધ સામાજિક અને વિકાસના મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં નહીં પરંતુ પ્રક્રિયામાં સુધારા કર્યા છે. 2006ની જીઆર મુજબ ચાલી રહેલી પ્રક્રિયામાં કેટલીક ખામીઓનો ફાયદો ઉઠાવી લેભાગુ તત્વો દ્વારા ભોલીભાળી યુવતીઓને ફસાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સુધારો જરૂરી બન્યો.

ઉદાહરણથી સમજાવી આખી વાત

પંચમહાલ અને બનાસકાંઠાના ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે શંકાસ્પદ નિકાહ રજિસ્ટ્રેશન મામલે તપાસ માટે કમિટી રચાઈ છે. પ્રેમના પવિત્ર સંબંધનો વિરોધ નથી, પરંતુ છેતરપિંડી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી થશે. સાથે જ સમાજને દીકરીઓ માટે કવચ બનવાની અપીલ પણ કરી.

રાજ્યની પ્રગતિ વિશે કરી વાત

વિકાસ મુદ્દે તેમણે જણાવ્યું કે ગુજરાત દેશના મેન્યુફેક્ચરિંગમાં 18% યોગદાન આપે છે અને તેને 25% સુધી પહોંચાડવાનો રોડમેપ તૈયાર છે. ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ, ગિફ્ટ સિટીમાં વધતા ઇન્વેસ્ટમેન્ટ અને એઆઈ ક્ષેત્રે 25,000 કરોડથી વધુના એમઓયુ રાજ્યની પ્રગતિ દર્શાવે છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે તેમણે સુરત-બિલીમોરા સેક્ટરથી શરૂઆત થવાની માહિતી આપી. ઉપરાંત, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલ મહાકુંભમાં 73 લાખ ભાગીદારી રાજ્યના સ્પોર્ટ્સ કલ્ચરનો પુરાવો હોવાનું જણાવ્યું.

Harsh Sanghavi કહેવા માંગે છે કે સોમનાથ પ્રત્યે તેમની શ્રદ્ધા વ્યક્તિગત આસ્થા સાથે જોડાયેલી છે અને તેઓ પોતાને પાક્કા સનાતની તરીકે ઓળખાવે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે તેઓ પ્રથમ ગુજરાતી છે અને જનતાએ તેમને લોકોની સેવા માટે જવાબદારી સોંપી છે.

Baba Vanga Predictions 2026 : શું આ વર્ષે પરમાણુ યુદ્ધ થશે? ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે બાબા વેંગાની ભવિષ્યવાણી આવી પ્રકાશમાં