Breaking News : મેઘમહેરના ત્રીજા રાઉન્ડ માટે રહેજો તૈયાર, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી
રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં મેઘરાજા ફરી વરસશે.હવામાન વિભાગે આગામી ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલે વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદ અંગે મોટી આગાહી કરી છે.આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે મેહુલીયો આવશે. આજથી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધી શકે છે.રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડવામાં શક્યતા છે.દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે.
રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા
રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહી શકે છે.પાટણ, સમી, હારીજ, વાવ થરાદ, બનાસકાંઠામાં વરસાદ ખાબકી શકે છે.સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરાના ભાગોમાં વરસાદ થઈ શકે છે.મઘા નક્ષત્રનો વરસાદ કૃષિ પાકો માટે ફળદાયી નીવડે તેવી આગાહી કરવામાં આવી છે. 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ ખાબકી શકે છે.સપ્ટેમ્બર માસમાં ખેડૂત ભાઈઓને પાક સુરક્ષાના પગલાં લેવા અપીલ કરી છે.પાકમાં રોગચાળો ન ફેલાય તે માટે અંબાલાલ કાકાએ અપીલ કરી છે.