Breaking News : વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી, તસ્કરો રાતોરાત ઝાડ કાપીને ફરાર! જુઓ Video
મહેસાણાના વિસનગરમાં ચંદનનાં 14 વૃક્ષોની ચોરી થતાં ચકચાર મચી છે. બાસણા ગામ નજીક ગઢા રોડ પર આવેલા ખેતરમાંથી તસ્કરો વૃક્ષો કાપીને ફરાર થયા હતા. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
મહેસાણાના વિસનગર વિસ્તારમાં ચંદનનાં વૃક્ષોની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. બાસણા ગામ નજીક ગઢા રોડ પર આવેલા એક ખેતરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ખેતરમાં વાવેલા ચંદનનાં એક-બે નહીં, પરંતુ કુલ 14 વૃક્ષો કાપીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા.
પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી
ખેતરમાંથી કિંમતી ચંદનનાં વૃક્ષો ગાયબ થતાં માલિકને ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને ચોરીમાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે આસપાસના ખેતર માલિકો અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. કિંમતી ચંદનનાં વૃક્ષો સુરક્ષિત ન રહેતાં ખેતરોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે. ચોરી પાછળ કોણ છે અને આ વૃક્ષો ક્યાં લઈ જવામાં આવ્યા છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો, Breaking News : મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ, કાબૂ ગુમાવતા રોડની નીચે ઉતરી બસ ! જુઓ Video
Follow Us
Loading...
Unable to load recommendations.
