Breaking News : વડોદરામાં ભાજપના સાંસદ હેમાંગ જોષીનું ચોંકાવનારું નિવેદન, જુઓ Video
વડોદરામાં ભાજપ સાંસદ હેમાંગ જોશીએ કાર્યકર્તાઓની પ્રશંસા કરતા ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અધિકારીઓ ને કાર્યકર્તાઓ કેમ ગાળા ગાળી કરે છે. આ નિવેદનથી ભાજપના રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદ સર્જાયો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વડોદરામાં ભાજપના સાંસદ હેમાંગ જોશીનું એક નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદનો વિષય બન્યું છે. સાંસદ હેમાંગ જોશી વોર્ડ નંબર 16 માં વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પહોંચ્યા હતા આ પ્રસંગે તેમણે પાર્ટીના કાર્યકર્તાઓના વખાણ કરતા જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહીને લોકોના કામ માટે ગાળો ખાવા પણ તૈયાર હોય છે અને જરૂર પડ્યે અધિકારીઓ સાથે ગાળાગાળી પણ કરી લેતા હોય છે. તેમણે ઉમેર્યું કે આ તમામ પાછળનો મુખ્ય હેતુ માત્ર લોકોનું હિત સાધવાનો હોય છે.
જોશીના આ નિવેદન જેમાં તેમણે અધિકારીઓ સાથે અભદ્ર ભાષાના ઉપયોગને સમર્થન આપ્યું, તેના કારણે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટના બાદ ભાજપના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે આ વિવાદ વધુ ઘેરો બન્યો છે.
Breaking News : છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો