Breaking News : વડોદરાના ₹84 લાખના દારૂકાંડમાં પોલીસ બેડામાં ખળભળાટ, બાપોદ પોલીસ સ્ટેશનના PI અને PSI સસ્પેન્ડ! જુઓ Video
વડોદાના 84 લાખ રૂપિયાના દારૂકાંડમાં બાપોદ પોલીસ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ અહેવાલના આધારે PI કે.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રણ મહિના પહેલાં SMCએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા 84 લાખ રૂપિયાના દારૂકાંડમાં પોલીસ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં બાપોદ પોલીસ સ્ટેશનના PI કે.ડી. લાડુમોર અને PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ અહેવાલના આધારે બંને પોલીસ અધિકારીઓ સામે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલો આશરે ત્રણ મહિના જૂનો છે. તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ દારૂની કિંમત આશરે 84 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન બુટલેગર નીલુ સિંધીએ દારૂનો આ જથ્થો મંગાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. આટલો મોટો દારૂનો જથ્થો ઝડપાયો હોવા છતાં સ્થાનિક બાપોદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા.
સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે હવે PI કે.ડી. લાડુમોર તથા PSI આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ચર્ચા શરૂ થઈ છે.