Breaking News : વડોદરામાં યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં, બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં પહોંચતા હોબાળો
યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પરથી બંને યુવકોને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પકડ્યા હતા. આ મામલે બોય્ઝ ઝોન એજન્સી દ્વારા બંને યુવકોનાં હિન્દુ નામ સાથેનાં ID કાર્ડ બનાવવામાં આવ્યાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને બંને યુવકોને પકડવામાં આવ્યા હતા.
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અહીં હિન્દુ ઓળખ ધારણ કરીને પહોંચ્યા હોવાના આક્ષેપ સાથે બે વિધર્મી યુવકોને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ ઝડપી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે.
ગરબા ગ્રાઉન્ડમાં બે વિધર્મી યુવક ઝડપાયા
મળતી માહિતી મુજબ, યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ પરથી બંને યુવકોને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પકડ્યા હતા. આ મામલે બોય્ઝ ઝોન એજન્સી દ્વારા બંને યુવકોનાં હિન્દુ નામ સાથેનાં ID કાર્ડ બનાવવામાં આવ્યાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને બંને યુવકોને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંનેને પોતાના કબજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.
હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પકડ્યા
હાલ આ મામલે બંને યુવકોની ઓળખ, ID કાર્ડ બનાવવા પાછળનાં કારણો અને સમગ્ર ઘટનાની હકીકત અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે. જોકે, આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ અને પોલીસનું વિસ્તૃત નિવેદન મળ્યા બાદ જ સમગ્ર મામલે સ્પષ્ટતા થઈ શકશે.
યુવક કઈ રીતે ગરબા ગ્રાઉન્ડ પહોંચ્યા સવાલ ઉભો
આ ઘટનાને પગલે યુનાઇટેડ વે ગરબાના આયોજકો અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જો બંને યુવકો હિન્દુ નામ ધરાવતા ID કાર્ડના આધારે ગરબામાં પ્રવેશ્યા હોવાના આક્ષેપ સાચા હોય, તો પ્રવેશ સમયે ઓળખની ખરાઈ કરવાની જવાબદારી કોની હતી અને સુરક્ષા તપાસમાં આ બાબત કેમ સામે ન આવી, તે તપાસનો વિષય છે. સાથે જ, બોય્ઝ ઝોન એજન્સી દ્વારા ખોટાં ID કાર્ડ બનાવવામાં આવ્યાં હોવાના આક્ષેપોની પણ તપાસ જરૂરી છે.
