Breaking News: બનાસકાંઠા તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત, શાળાથી ઘરે પરત ફરતી વખતે બની ઘટના
બનાસકાંઠા તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતક વિદ્યાર્થીઓ કાંકરેજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના હોવાનું સામે આવ્યું છે. શાળાની પાસેના તળાવમાં ભરાયેલા પાણીમાં ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનો બનાવ બન્યો. સગા ભાઈઓ સહિત ત્રણેય વિદ્યાર્થીઓના મોત થયા છે.
Banaskantha: બનાસકાંઠા તળાવમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના (Student) મોત થયા છે. મૃતક વિદ્યાર્થીઓ કાંકરેજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના હોવાનું સામે આવ્યું છે. શાળાની પાસેના તળાવમાં ભરાયેલા પાણીમાં ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનો બનાવ બન્યો. સગા ભાઈઓ સહિત ત્રણેય વિદ્યાર્થીઓના મોત થયા છે.
આ પણ વાંચો Banaskantha: ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસ નદીમાં વધ્યુ જળસ્તર, વહીવટીતંત્ર સતર્ક- જુઓ Video
ફતેપુરા પ્રાથમિક શાળાથી થોડે દૂર આવેલા તળાવમાં ત્રણેય વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જે બાદ વિદ્યાર્થીઓના મૃતદેહને પીએમ અર્થે દિયોદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે બે સગા ભાઈઓના મોત થતાં પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
એકબીજાને બચાવવામાં વિધાર્થીઓ ડૂબ્યા હોવાનું અનુમાન
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફતેપુરા પ્રાથમિક શાળાએથી પરત ફરતી વખતે વિધાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં એક વિધાર્થી કુદરતી હાજતે જવાથી ડૂબ્યો હોવાનું અનુમાન છે. જેને બચાવવા જતાં બીજા બે વિધાર્થીઓ પણ ડૂબ્યા હોવાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બે સગા ભાઈઓ સહિત ત્રણ વિદ્યાર્થીઓ ડૂબ્યા વરસાદી પાણીમાં
આ ઘટનામાં મૃતક બે સગા ભાઈઓ સહિત ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં બંને સગા ભાઈઓ શૈલેષ રમેશ ઠાકોર અને કિશન રમેશ ઠાકોર ધોરણ 5મા અભ્યાસ કરતા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થી શૈલેશ શિવરામ ધોરણ 8મા અભ્યાસ કરતો હતો. કાંકરેજ તાલુકાના તેરવડા ગામની સીમમાં રહેતા વિદ્યાર્થીઓ નજીકમાં આવેલ ફતેપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
