Breaking News : પિત્ઝાના શોખીનો સાવધાન! ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત, જુઓ Video
ગાંધીનગરમાં એક ફૂડ આઉટલેટમાં અસ્વચ્છતા અંગેનો ગંભીર મામલો સામે આવ્યો છે. શહેરના જાણીતા ‘ટેરાનોવાસ પિત્ઝા’ આઉટલેટમાં પિત્ઝામાં જીવાત મળી આવતાં ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.અગાઉ પણ રેસ્ટોરેન્ટમાં ખોરાકમાંથી જીવાત નીકળવાના કિસ્સા અનેક વાર સામે આવ્યા છે. ત્યારે આવી વધુ એક ઘટનાએ સૌને ચોંકાવ્યા છે.

ગ્રાહકે કર્યો વિરોધ
મળતી માહિતી મુજબ, એક ગ્રાહકે પિત્ઝા ઓર્ડર કર્યા બાદ તેમાં જીવાત દેખાતા તરત જ વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટના બાદ રેસ્ટોરાંમાં હાજર અન્ય ગ્રાહકોમાં પણ અસમંજસ અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.
ફરિયાદ બાદ સંચાલકોનો ઉડાઉ જવાબ
ગ્રાહકના આરોપ મુજબ, ઘટનાની જાણ કર્યા બાદ સંચાલકો તરફથી યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો અને ઉડાઉ જવાબ આપ્યો હતો. આ વર્તનથી ગ્રાહક વધુ રોષે ભરાયા હતા અને મામલો વધુ ગંભીર બન્યો હતો.
કાર્યવાહીની માગ
ઘટનાને લઈ ગ્રાહકોએ ફૂડ સેફ્ટી વિભાગ પાસે તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે. સાથે જ ‘ટેરાનોવાસ પિત્ઝા’ના સંચાલકો સામે કડક પગલાં લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે આ ઘટનાએ ફૂડ સેફ્ટી અને હાઈજિન અંગે પ્રશ્નો ઊભા કર્યા છે, અને હવે વહીવટી તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે.
આ પણ વાંચો- Breaking News :આંદામાન પહોંચી ગયુ ચોમાસુ, જાણો કેરળ અને ગુજરાતમાં કઈ તારીખે કરશે એન્ટ્રી?