Breaking News : તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી એન્ટ્રી, ઉકાઈમાં 11 ઈંચથી વધુ વરસાદ; સુકાતા પાકને મળ્યું નવજીવન ! જુઓ Video

| Updated on: Sep 13, 2026 | 12:30 PM

તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઉકાઈમાં સૌથી વધુ 11 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં જળાશય અને ખેતી આધારિત વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી.

તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઉકાઈમાં સૌથી વધુ 11 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં જળાશય અને ખેતી આધારિત વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીથી લોકોને પણ રાહત મળી છે.

ઉકાઈમાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સોનગઢમાં 5.31 ઈંચ, ઉચ્છલમાં 3.81 ઈંચ અને વ્યારામાં 2.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ડોલવણ અને વાલોડ તાલુકામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. નિઝર તાલુકામાં 7 મિમી અને કુકરમુંડા તાલુકામાં 6 મિમી વરસાદ નોંધાયો છે.

ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીની લહેર

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના અભાવે ચિંતિત ખેડૂતોને હવે ઊભા પાકને નવજીવન મળવાની આશા જાગી છે. ખાસ કરીને ખેતી માટે જરૂરી સમયે થયેલા આ વરસાદને ખેડૂતો માટે રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. રાત્રિ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યા બાદ હાલમાં વરસાદે વિરામ લીધો છે. સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે.

વરસાદના કારણે દક્ષિણ ગુજરાતને મોટી રાહત મળી

જિલ્લામાં કોઈપણ સ્થળે જાનમાલનું નુકસાન કે પાણી ભરાવાના સમાચાર સામે આવ્યા નથી. જોકે, વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને લોકો સતર્ક રહે તેવી સ્થિતિ છે. ઉપરવાસમાં વરસાદની પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધી શકાયો છે. ઉપરવાસમાંથી 80,259 ક્યુસેક પાણીની આવક નોંધી શકાય. આ પાણીની આવક થતી ડેમની સપાટી 335.27 ફૂટ પર પહોંચી ગઈ અને ડેમમાંથી કેનાલ મારફતે 800 ક્યુસેક પાણીની જાવક નોંધી શકાય છે. ડેમમાં પાણીની આવક થતા દક્ષિણ ગુજરાતને મોટી રાહત મળી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર પહોંચી છે.

આ પણ વાંચો, Breaking News : ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો હતા સવાર

 

Follow Us
Loading...
Unable to load recommendations.