Breaking News : વડોદરાના મધુનગર પાસેની રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ, ગણતરીના મિનિટમાં રેસ્ટોરન્ટ બળીને ખાખ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વડોદરાના મધુનગર પાસેના તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગ લાગી છે. રાત્રે રેસ્ટોરન્ટમાં આગ લાગતા રેસ્ટોરન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વડોદરાના મધુનગર પાસેના તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગ લાગી છે. રાત્રે રેસ્ટોરન્ટમાં આગ લાગતા રેસ્ટોરન્ટમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભીષણ આગ વધુ પ્રસરતા સમગ્ર રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા હતા.
રેસ્ટોરન્ટ બળીને ખાખ
ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગને ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે રેસ્ટોરન્ટમાં આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે. મળતી માહિતી અનુસાર સદનસીબે આગના બનાવમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આટલી મોટી રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તે તપાસનો વિષય છે. જો કે ફાયર વિભાગ પાસેથી NOC મેળવી હતી કે નહીં તેની અંગે પણ તપાસ કરવામાં આવશે.
