Breaking News : સુરેન્દ્રનગરમાં 80 કિલો વાસી ખોરાકનો નાશ, 10 મોટી પેઢીઓને નોટિસ અને 97 સેમ્પલ લેબોરેટરી મોકલાયા ! જુઓ Video
દિવાળીના તહેવાર પહેલાં સુરેન્દ્રનગરમાં ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ અભિયાન હાથ ધર્યું છે. મીઠાઈ, ફરસાણ અને નમકીનનું વેચાણ કરતી કુલ 60 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી.
દિવાળીના તહેવાર પહેલાં સુરેન્દ્રનગરમાં ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે ફૂડ સેફ્ટી વિભાગે તપાસ અભિયાન હાથ ધર્યું છે. મીઠાઈ, ફરસાણ અને નમકીનનું વેચાણ કરતી કુલ 60 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ખાદ્ય પદાર્થોના કુલ 97 નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ 80 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 171 કિલો મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી 10 પેઢીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે. ફૂડ સેફ્ટી વાન દ્વારા સ્થળ પર જ 40 ખાદ્ય પદાર્થોના નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
તમામ નમૂનાઓને પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા
આ ઉપરાંત ચોટીલા અને લખતરના સરકારી અનાજનાં ગોડાઉનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીમાર્ટ અને બ્લિંકિટ સહિત કુલ 10 શોપિંગ મોલ્સમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન લેવામાં આવેલા તમામ નમૂનાઓને વધુ પરીક્ષણ માટે ભુજ અને કચ્છની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.