Breaking News : દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો, વધારાની 6 ટ્રેન દોડાવાઈ

Breaking News : દિવાળી-છઠ પૂજાને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો, વધારાની 6 ટ્રેન દોડાવાઈ

| Updated on: Oct 18, 2026 | 3:47 PM

વતન જવા નીકળેલા મુસાફરોને રેલવેની વ્યવસ્થાને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક મુસાફરો રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાકે ટિકિટ બુકિંગમાં પડતી મુશ્કેલીઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતાં જ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં વતન જવા માટે પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્યામાં રવાના થઈ રહ્યા છે. તહેવારોની સાથે લગ્નની સિઝન પણ શરૂ થતાં વતન જતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા વધારાની 6 ટ્રેનો દોડાવવામાં આવી છે. જોકે, આ વ્યવસ્થા છતાં સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

ટિકિટ બુકિંગમાં મુશ્કેલીથી મુસાફરો પરેશાન

તહેવારો દરમિયાન વતન જવા નીકળેલા મુસાફરોને રેલવેની વ્યવસ્થાને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક મુસાફરો રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાકે ટિકિટ બુકિંગમાં પડતી મુશ્કેલીઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે. મુસાફરોના જણાવ્યા અનુસાર, ટિકિટ બુકિંગ શરૂ થતાંની સાથે જ ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટો ઝડપથી ફુલ થઈ જાય છે, જેના કારણે સમયસર રિઝર્વેશન કરાવવામાં મુશ્કેલી પડે છે.

બે મહિના પહેલાં બુકિંગ છતાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ

હાલમાં મુસાફરો બે મહિના અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે. તેમ છતાં, બુકિંગ શરૂ થતાં જ ટિકિટો ઉપલબ્ધ ન રહેતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે અનેક મુસાફરોને વતન જવા માટે રિઝર્વેશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતા છે. ત્યારે વધારાની ટ્રેનો ઉપરાંત ટિકિટ બુકિંગની વ્યવસ્થા વધુ સુદૃઢ બને તેવી મુસાફરોની અપેક્ષા છે.

Breaking News : BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ અને ઘુસણખોરને પકડી પાડ્યો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.