Breaking News: ભૂતિયા ડિમોલિશનનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો, રાજ્ય સરકારે માગ્યો જવાબ
સુરતના નાસીર નગર વિસ્તારમાં સામે આવેલા કથિત ભૂતિયા ડિમોલિશનના વિવાદે હવે રાજ્ય સ્તરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. સમગ્ર મામલે અનેક સવાલો ઉભા થતાં રાજ્ય સરકાર સક્રિય બની છે અને શહેરી વિકાસ વિભાગે સુરત મહાનગરપાલિકા પાસેથી વિગતવાર સ્પષ્ટતા માગી છે. વિવાદ એટલો વકર્યો છે કે હવે સમગ્ર ઘટનાક્રમ ગાંધીનગરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવે તાત્કાલિક જવાબ માગ્યો
મળતી માહિતી મુજબ, નાસીર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન અંગે અનેક વિસંગતતાઓ સામે આવી હતી. આ મુદ્દે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલાની નોંધ લીધી હતી. શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવે સુરત પાલિકા કમિશનર પાસેથી તાત્કાલિક જવાબ માગ્યો છે અને ડિમોલિશન પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી રજૂ કરવા સૂચના આપી છે.
વિવાદને લઈને કડક સવાલો ઉઠાવ્યા
તાજેતરમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરો સાથે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક દરમિયાન પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. બેઠકમાં અગ્રસચિવે સુરતના આ વિવાદને લઈને કડક સવાલો ઉઠાવ્યા હતા. “સુરતમાં આ શું ગરબડ ચાલી રહી છે?” તેવી ટકોર સાથે તેમણે સમગ્ર ઘટનાની હકીકત જાણવા માંગણી કરી હતી.
રાજ્ય સરકાર જાણવા માંગે છે કે કથિત ભૂતિયા ડિમોલિશનનો મામલો શું છે, ડિમોલિશનની પ્રક્રિયા કયા સંજોગોમાં હાથ ધરાઈ હતી અને તેમાં પાલિકાના કયા વિભાગોની ભૂમિકા રહી હતી. સાથે જ સમગ્ર કાર્યવાહી દરમિયાન નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ સુરત મહાનગરપાલિકા પર પણ અનેક સવાલો ઊભા થયા છે. વિવાદ વધતા હવે રાજ્ય સરકાર તરફથી વધુ તપાસ અથવા વહીવટી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે સુરત પાલિકા તરફથી રાજ્ય સરકારને જરૂરી માહિતી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો- Breaking News : ડબલ મર્ડરમાં મળી સુસાઇડ નોટ! સસરાએ પુત્રવધૂને 44 અને વેવણને 23 ઘા ઝીંક્યા, શું તેના શબ્દોમાં મળ્યો આખી સાજિશનો ખુલાસો?