Surat Breaking News: સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદ વચ્ચે શાળા-કોલેજોમાં રજા જાહેર
સુરત શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કતારગામ, અમરોલી, વરાછા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શાળા-કોલેજોમાં રજા જાહેર
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ તંત્રે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેર અને જિલ્લાના તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ટ્રાફિક પણ પ્રભાવિત
શિક્ષણાધિકારીએ જણાવ્યું કે હવામાન વિભાગની ચેતવણી અને સતત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ ટ્રાફિક પ્રભાવિત થવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
ડ્રેનેજ ટીમોને તૈનાત કરવામાં આવી
આ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને મહાનગરપાલિકાની ટીમો પણ એલર્ટ મોડમાં છે. પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે પમ્પિંગ સ્ટેશન અને ડ્રેનેજ ટીમોને તૈનાત કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, વરસાદી વિસ્તારોમાં સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.