Breaking News : સુરતમાં પૂર અંગે નાયબ મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત, 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

| Edited By: | Updated on: Jul 10, 2026 | 11:43 AM

મહત્વનું છે કે સુરતમાં પહેલા જ વરસાદમાં ભારે તબાહી સર્જાઈ છે.ત્યારે 800થી વધારે પરિવારોને 6800 રૂપિયા પેટે ઘરવખરી અને કેશડોલ ચૂકવવામાં આવ્યું છે. સાથે જ કોમર્શિયલ નુક્સાન અંગે પણ 58 જેટલા વિસ્તારોમાં સરવે હાથ ધરાયો છે. જે અંગે આગામી સમયમાં મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવામાં આવશે.

સુરતમાં આવેલા પૂરને લઈ નાયબ મુખ્યમંત્રીએ મોડી રાત્રે અધિકારીઓની બેઠક લઈને કરી મહત્વની જાહેરાત સામે આવી છે.અસગ્રસ્ત વિસ્તારોના 9100 પરિવારનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. 800 થી વધારે પરિવારોને 6800 રૂપિયા પ્રમાણે ઘરવખરી અને કેસડોલ ચૂકવવામાં આવ્યું છે.

શુક્રવારે મોડી સાંજ સુધીમાં બાકીના અસરગ્રસ્ત લોકોને તેમના સોસાયટી સુધી પહોંચાડવામાં આવશે.આ સહાય ચૂકવવા માટે જુદી જુદી ટીમો આ મિટિંગમાં બનાવવામાં આવી છે ,આજે સર્વે થયો છે તેના સિવાય પણ સુરત શહેરમાં જે પણ સોસાયટી રહી ગઈ છે તેને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય ચૂકવવાની કામગીરી કરાઈ છે.

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી બીજા દિવસે પણ સુરત શહેરમાં છે. નાયબ મુખ્યમંત્રી સાથે રહી તંત્ર પાસ કામ કરાવી રહ્યા છે. તેમજ લોકો ને ડોક્યુમેન્ટ હાજર રાખવાની વાત કરી છે. તેમજ સર્વેમાં મદદ કરવાની પણ વાત કરી છે.

  • એક પરિવાર દીઠ – 6800
  • 2500 – ઘર ખર્ચ
  • 2500 – કપડાં સહાય
  • 1800 – કેસ ડોલ

સુરત શહેરના 58 જેટલા વિસ્તારોમાં સર્વે કરાયું

કોમર્શિયલમાં જેનું નુકસાન થયું છે તેની પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમની સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને નિર્ણય લેવામાં આવશે ,પરંતુ તે પહેલા કોમર્શિયલ વિસ્તારોનું આખું સર્વે કરાવું ખૂબ મહત્વનું છે. કોમર્શિયલ નુકસાન માટે સુરત શહેરના 58 જેટલા વિસ્તારોમાં સર્વે કરાયો છે. હજુ પણ જે માહિતી આવે છે તેમ આ સર્વેની માહિતીમાં વધારો કરાઈ રહ્યો છે. કોમર્શિયલ માટેનો શુક્રવાર સાંજ સુધી સર્વે ચાલુ છે.

કોમર્શિયલ માટે એક પોલિસી જાહેર કરવામાં આવશે

સર્વે કામગીરી પૂર્ણ થયા પછી પણ જે કોઈ બાકી રહી ગયું હશે તેની માટે પણ કલેક્ટર અને અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. કોમર્શિયલ માટે એક પોલિસી જાહેર કરવામાં આવશે અને તે પોલિસી નો તાત્કાલિક અમલ થાય તે માટે આજથી જ તૈયારી શરૂ કરાય હતી.જે કોમર્શિયલ વેપારી પાસે ઇન્સ્યોરન્સ હોય તેમનું ઇન્સ્યોરન્સ તાત્કાલિક પ્લેન થાય તે માટે તૈયારી કરવામાં આવી છે.

ઇન્સ્યોરન્સ ની પ્રક્રિયા માટે RTO અને લીડ બેન્કરને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. જે ઇન્સ્યોરન્સ માટે એપ્લિકેશન કરશે તેમની એપ્લિકેશન ઝડપથી પાસ થાય તે માટે કામગીરી કરશે. ઇન્સ્યોરન્સ માટે ઓનલાઇન બેન્ચ પણ બનાવવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા ને ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા પાલિકામાંથી 1000 થી વધુ સ્વચ્છતા કામ કરશે.સુરતને સ્વચ્છ બનાવવા કુલ 4500 જેટલા સ્વચ્છતાની સફાઈને કામગીરી કરશે.

સુરતના બેઝમેન્ટમાં જ્યાં હજુ પણ પાણી ભરાયા છે. ત્યાં વધારાના 50થી વધુ પંપ મહાનગરપાલિકા ઉપયોગમાં લગાવી પાણી કાઢવામાં આવશે.મનપા દ્વારા આ પાણી કાઢવા જીઆઇડીસી, જીપીસીબી અને DIC ને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.

 

 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us