Breaking News : રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટ શહેરમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત થયા છે.રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઇટ્સમાં આ બનાવ બન્યો છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
રાજકોટ શહેરમાંથી હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા સોપાન હાઇટ્સમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત થયા છે.7 વર્ષીય દિપેશ ભંડારી અને 5 વર્ષીય દીપિક્ષા ભંડારીના મોત થયા છે.સગા ભાઈ બહેનના મોતથી નેપાળી પરિવારમાં શોકનો માહોલ છે.બનાવ સંદર્ભે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ઘટનાના સીસીટીવી જુઓ
સીસીટીવીમાં જોઈ શકાય છે કે, પહેલા બહેન સ્વીમિંગ પૂલમાં જાય છે. જ્યારે તે ડુબવા લાગે છે. ત્યારે ભાઈ તેને બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. ભાઈ પણ બચાવવા માટે સ્વીમિંગ પૂલમાં પડે છે ત્યારે બંન્ને ભાઈ બહેનોના મૃત્યું થયા છે. માતા-પિતા માટે આ લાલબતી સમાન કિસ્સો છે કારણ કે, આજકાલ અલગ અલગ સોસાયટી અને ફ્લાઈટમાં સ્વીમિંગ પૂલની સુવિધા સામાન્ય થઈ ચૂકી છે. ત્યારે સ્વીમિંગ પૂલ સેફ્ટી રાખવી ખુબ જરુરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બંન્ને ભાઈ-બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
સ્વિમિંગ પૂલની સુરક્ષાવ્યવ્સથાને લઈને સવાલ
થોડા દિવસ પહેલા સુરતના ઓલપાડના એક રિસોર્ટમાં પણ એક હચમચાવી નાંખે તેવી ઘટના બની હતી. સ્વિમિંગ પૂલમાં 22 વર્ષીય યુવાન નાહવા પડ્યો હતો. થોડી જ મિનિટમાં તેનું મૃત્યું થયું હતુ. મહત્વની વાત તો એ હતી કે, આ સ્વિમિંગ પૂલમાં તેની આજુબાજુ પણ યુવાનો હતા,તેમ છતાં કોઈની નજર આ યુવાનને બચાવવા પર પડી ન હતી.હવે સ્વિમિંગ પૂલની સુરક્ષાવ્યવ્સથાને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.