Ahmedabad Breaking News : અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની ઘટનાથી લોકોના જીવ તાળવે ચોંટ્યા, તંત્રએ મામલો કાબુમાં લીધો, જુઓ Video
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની ઘટના બની છે. શોર્ટ સર્કિટ થતા તાત્કાલિક દર્દીઓ તેમજ તેમના સગાને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટના પગલે હોસ્પિટલમાં ધુમાડો થતા 2 માળ ખાલી કરવામાં આવ્યા હતા. જેના પગલે હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયો છે.
Ahmedabad : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યાં અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ સર્કિટની ઘટના બની છે. શોર્ટ સર્કિટ થતા તાત્કાલિક દર્દીઓ તેમજ તેમના સગાને હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટના પગલે હોસ્પિટલમાં ધુમાડો થતા 2 માળ ખાલી કરવામાં આવ્યા હતા. જેના પગલે હોસ્પિટલમાં વીજપુરવઠો ખોરવાયો છે.
આ પણ વાંચો : Ahmedabad: AMC હેલ્થ ટેક્નિકલ સ્ટાફનું આંદોલન, 5 ઓક્ટોબરથી પેન ડાઉન હડતાળની ચિમકી
શારદાબેન હોસ્પિટલમાં પાર્કિંગની સમસ્યા હોવાથી પાર્કિંગમાં ભારે માત્રામાં દર્દી અને તેમના સગાની ભીડ જોવા મળી હતી. તો હોસ્પિટલની બહાર લારી ગલ્લાનું દબાણ વધારે પ્રમાણમાં હોવાથી ફાયર બ્રિગેડની ગાડી પણ હોસ્પિટલ સુધી લઈ જવામાં સમસ્યા થઈ રહી હતી.પરંતુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.
Published on: Oct 03, 2023 01:08 PM
