Ahmedabad : વસ્ત્રાલમાં સૂર્યમ ગ્રીન્સ એપાર્ટમેન્ટ નજીક પડ્યો ભૂવો, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, જુઓ Video
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે (Rain) વિરામ લીધેલો છે, પરંતુ ભૂવા (Sinkhole) પડવાનો સિલસિલો હજુ પણ યથાવત્ છે.અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સૂર્યમ ગ્રીન્સ એપાર્ટમેન્ટ નજીક ગત રાત્રે મહાકાય ભૂવો પડતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Ahmedabad : અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે (Rain) વિરામ લીધેલો છે, પરંતુ ભૂવા (Sinkhole) પડવાનો સિલસિલો હજુ પણ યથાવત્ છે.અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સૂર્યમ ગ્રીન્સ એપાર્ટમેન્ટ નજીક ગત રાત્રે મહાકાય ભૂવો પડતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટ્રાફિકથી વ્યસ્ત રહેલા વસ્ત્રાલ RTO રોડ પર અંદાજે 10 ફૂટ ઊંડો અને 6 ફૂટ પહોળો ભૂવો પડતાં લોકો માટે મહામુશ્કેલી ઉભી થઈ છે. યોગ્ય કામગીરીના અભાવે શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડી ગયા છે. સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, તેમ છતાં હજુ સુધી ભૂવા પડવાની સમસ્યામાંથી શહેર બહાર નથી આવી શક્યું. જેને પગલે અમદાવાદ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos