Breaking News : ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરુ, ઉમેદવારી નોંધાવવા સોશિયલ મીડિયાના ફોલોવર્સની સંખ્યા દર્શાવવી પડશે
ગુજરાતમાં તાલુકા જિલ્લા અને મહાનગરની ચૂંટણીની જાહેરાત થઈ છે. આજે અમદાવાદ સહિતની સેન્સ પ્રક્રિયાનો પ્રથમ દિવસ છે. સારા ઉમેદવાર આવે, મજબૂત નેતૃત્વ આવેએ રીતે ચયન પ્રક્રિયા કરાશે, કાર્યકર્તાઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરશે.ઉમેદવારી નોંધાવવા માટે ભાજપના ક્રાઇટેરિયા વિશે વાત કરીએ.
અમદાવાદ મહાનગરપાલિકા માટે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે 2 દિવસ અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલશે. કુલ 7 સ્થળો પર વિવિધ વોર્ડ માટે ઇચ્છુક ઉમેદવારોને નિરીક્ષકો સાંભળશે.સવારે 9:30 કલાકથી શરૂ સેન્સ પ્રક્રિયા થશે. સેન્સ પ્રક્રિયા માટેની જવાબદારી ભાજપ દ્વારા 3-3 નિરીક્ષકોને સોંપાઈ છે. અમદાવાદ સેન્સ પ્રક્રિયા માટે ભાજપના નિરીક્ષકોની વાત કરીએ તો. ઉદય કાનગડ, ભાનુબેન બાબરીયા , શબ્દશરણ બ્રહ્મભટ્ટ , રાજેન્દ્ર ત્રિવેદી,ત્રિકમ છાંગા , રાજેશ ચુડાસમા, દર્શિતા શાહ ,પ્રદીપ ડવ , પંકજ મહેતા ,ઝવેરભાઈ ઠકરાર ,મહેન્દ્રભાઈ પનોત ,બીનાબેન આચાર્ય સામેલ છે.
આજથી અમદાવાદ ભાજપમાં સેન્સ પ્રક્રિયા શરુ થઈ ચુકી છે. ત્યારે ઉમેદવારી નોંધાવવા માટે ભાજપે ક્રાઇટેરિયા નક્કી કર્યા છે. તો ચાલો જાણીએ ભાજપના ક્રાઈટેરિયા શું છે.જે ઉમેદવારી કરનાર દરેક વ્યક્તિ એ માહિતી જાહેર કરવી પડશે. સારા ઉમેદવાર આવે મજબૂત નેતૃત્વ આવે એ રીતે ચયન પ્રક્રિયા કરાશે, કાર્યકર્તાઓ પોતાની ઈચ્છા વ્યક્ત કરશે.
ઉમેદવારી નોંધાવવા માટે ભાજપના ક્રાઇટેરિયા
કોઈ પણ ફોજદારી કેસ ચાલતો હોય તો તેની માહિતી આપવી પડશે, સોશિયલ મીડિયાની સંપૂર્ણ માહિતી ફોર્મ ભરતી વખતે રજુ કરવી પડશે. ફેસબુક – X – ઈન્સ્ટાગ્રામ નું ID સહિત ફોલોવર્સની સંખ્યા કરવી દર્શાવવી પડશે. વિવિધ સંસ્થા, વિચાર પરિવારમાં જવાબદારીની વિગતો પણ ફોર્મ ભરતી વખતે રજુ કરવી પડશે. અગાઉની ચૂંટણી લડી હોય તો કયા વર્ષમાં લડેલી ચૂંટણી અને હાર જીત અંગે પણ માહિતી દર્શાવવી પડશે, તેમજ ભૂતકાળમાં શિસ્ત અંગેના પગલાં લેવાયા હોય તો તે અંગે માહિતી પણ આપવી પડશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર
ચૂંટણીની તારીખ જાહેર થતાં કાઉન્ટડાઉન શરૂ થયું છે. ચૂંટણીના કાર્યક્રમ મુજબ, ચૂંટણીનું જાહેરનામું 6 એપ્રિલે પ્રસિદ્ધ થશે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 એપ્રિલે કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રહેશે. મતદાન 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જો જરૂરી બને તો 27 એપ્રિલે ફરી મતદાન થશે. મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 30 એપ્રિલે પૂર્ણ થશે.