Breaking News : અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં, 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

Breaking News : અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં, 20 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

| Updated on: Sep 14, 2026 | 2:45 PM

મુમતપુરા રોડ પર તંત્રની બેદરકારીના કારણે ગંભીર ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલની 20 વિદ્યાર્થીઓ ભરેલી બસ રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે તમામ વિદ્યાર્થીઓને અન્ય બસ બોલાવીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ગઈકાલથી પડી રહેલા વરસાદને શહેરીજનોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે મુમતપુરા રોડ પર તંત્રની બેદરકારીના કારણે ગંભીર ઘટના સામે આવી છે. ઝેબર સ્કૂલની 20 વિદ્યાર્થીઓ ભરેલી બસ રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે તમામ વિદ્યાર્થીઓને અન્ય બસ બોલાવીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

સ્કૂલ બસ ખાડામાં ખાબકી

મળતી માહિતી મુજબ, સેન્ટોસા પાર્કમાંથી વરસાદી પાણી કાઢવા માટે રસ્તાની વચ્ચે ડિ-વોટરિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. રસ્તો બંધ હોવાથી ઝેબર સ્કૂલની બસને રિવર્સ લેવાની ફરજ પડી હતી. આ દરમિયાન બસ તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી હતી અને ફસાઈ ગઈ હતી. ભારે પ્રયાસ કરતા પણ બસ બહાર નીકળી રહી ન હતી. જે બાદ બીજી બસ બોલાવાઈને વિદ્યાર્થીઓને તેમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

અન્ય ફોર્ચ્યુનર કાર પણ ખાડામાં ખાબકી

આ જ સ્થળે અન્ય એક ફોર્ચ્યુનર કાર પણ ખાડામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થાનિકોની મદદથી કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને સુરક્ષિત બીજી બસમાં કરાયા ટ્રાન્સફર

સ્કૂલ બસમાં 20 વિદ્યાર્થીઓ સવાર હોવાથી ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, અન્ય બસની વ્યવસ્થા કરીને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રસ્તાની વચ્ચે ડિ-વોટરિંગ મશીન મૂકવા અને ખાડા અંગે યોગ્ય બેરિકેડિંગ ન કરાતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું હોવાની ચર્ચા છે.

Breaking News : અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા વિસ્તારો બન્યા જળમગ્ન, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.