Breaking News : અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો સર્જાયો અકસ્માત, બસ ડ્રાઈવરની હાલત ગંભીર, જુઓ Video

Breaking News : અડાલજ-ગાંધીનગર હાઈવે પર સ્કૂલ બસનો સર્જાયો અકસ્માત, બસ ડ્રાઈવરની હાલત ગંભીર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 9:18 AM

અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. હાઈવે પરથી જતી સ્કૂલ બસ ડિવાઈડર પર ચડીને વૃક્ષ સાથે અથડાઈ હોવાનું સામે આવી રહ્યું છે.અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરની હાલત ગંભીર છે.

Ahmedabad Accident : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદના અડાલજ-ગાંધીનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે. હાઈવે પરથી જતી સ્કૂલ બસ ડિવાઈડર પર ચડીને વૃક્ષ સાથે અથડાઈ હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરની હાલત ગંભીર છે. પરંતુ સદ નસીબે બસમાં બાળકો સવાર ન હોવાથી મોટી દુર્ધટના ટળી હતી.

આ પણ વાંચો : Ahmedabad: વિરાટનગરમાં વીર જવાન મહિપાલસિંહની શહીદ યાત્રા, સંતાનના આગમન સમયે જ પિતાની વિદાય, જુઓ Video

તો બીજી તરફ ગઈકાલે અમદાવાદના સીજી રોડ પર પણ અકસ્માતની ઘટના બની હતી. વળાંક લેતા સમયે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. એક કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">