Ahmedabad: ચાંગોદરમાં એક ફેક્ટરીમાં બનતી હતી આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ, ફેક્ટરી કરાઈ સીલ, જુઓ Video
TV9ની ટીમ દ્વારા આ ફેક્ટરીનુ રિયાલીટી ચેક કરવામાં આવ્યુ હતુ કે, કેવા સ્થળે અને કેવી રીતે યુવાધનને નશા તરફ ખેંચી જતી સીરપ તૈયાર કરવામાં આવી રહ્યુ હતુ. પોલીસે જ્યાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ તૈયાર કરવામાં આવતુ હતુ એ ફેક્ટરીને હવે સીલ કરી દીધી છે.
દેવભૂમિ દ્વારકામાંથી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો હતો. જેને લઈ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. તપાસનો રેલો હવે છેક અમદાવાદ નજીક આવેલ ચાંગોદર સુધી પહોંચ્યો છે અને સીરપ બનાવતી ફેક્ટરીની પણ તપાસ કરી છે. TV9ની ટીમ દ્વારા આ ફેક્ટરીનુ રિયાલીટી ચેક કરવામાં આવ્યુ હતુ કે, કેવા સ્થળે અને કેવી રીતે યુવાધનને નશા તરફ ખેંચી જતી સીરપ તૈયાર કરવામાં આવી રહ્યુ હતુ. પોલીસે જ્યાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ તૈયાર કરવામાં આવતુ હતુ એ ફેક્ટરીને હવે સીલ કરી દીધી છે. પોલીસને ફેક્ટરીના સ્થળ પરથી વધુ 6000 બોટલો તેમજ સીરપ તૈયાર કરવાનુ મિશ્રણનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે.
સીરપ બનાવવા માટે ઈથોનલ અને ફ્રુટ બીયરની ફ્લેવરને મિક્સ કરવામાં આવતી હતી અને તેનુ મિશ્રણ તૈયાર કરીને સીરપના રુપમાં બોટલ પેક કરવામાં આવી હતી. જુદી જુદી ફ્લેવર તૈયાર કરીને તેને આયુર્વેદિક સીરપના બહાને છૂટથી બજારમાં વેચવામાં આવતી હતી. પોલીસે હવે ફેક્ટરી ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની દિશામાં તપાસ શરુ કરી છે. ફેક્ટરીના સ્થળે ગોડાઉન જેવી સ્થિતિ હતી અને જ્યાં મશીનરી ગોઠવીને તેના દ્વારા સીરપ તૈયાર કરાતુ હતુ. પોલીસે હવે મશીનરી પણ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે.