AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : બનાવી લેજો ફરવાનો પ્લાન, સાસણ ગીરમાં આ વખતે 13 દિવસ વહેલા સિંહ દર્શન થશે, જુઓ Video

Breaking News : બનાવી લેજો ફરવાનો પ્લાન, સાસણ ગીરમાં આ વખતે 13 દિવસ વહેલા સિંહ દર્શન થશે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2026 | 1:06 PM
Share

સિંહપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે.સાસણ ગીરમાં આ વખતે 13 દિવસ વહેલા સિંહ દર્શન શરૂ થશે.3 ઓક્ટોબરથી જ સિંહ દર્શન શરૂ થઈ જશે.સામાન્ય રીતે 15 ઓક્ટોબરથી સિંહ દર્શનની શરૂઆત થતી હોય છે.નવરાત્રી પહેલા જ સાસણમાં સિંહ દર્શન શરુ થશે.

સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે 13 દિવસ વહેલા સિંહ દર્શન થશે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે પણ સાસણ જંગલ સફારીનો પ્રારંભ 9 દિવસ વહેલા ખોલી દેવામાં આવ્યો હતો, જેનું કારણ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના આગમનને ધ્યાને લઈ જંગલ સફારી 9 દિવસ પહેલાં ખોલી દેવામાં આવી હતી. તેવું ચર્ચામાં હતુ.

સાસણમાં સિંહ દર્શન તેમજ જંગલ સફારીનો આનંદ માણવા માગતા સિંહપ્રેમીઓ માટે આ આનંદના સમાચાર છે. સાસણમાં 3 ઓક્ટોબરથી સિંહ દર્શન શરૂ થશે. ગીર જંગલમાં વસવાટ કરતા એશિયાટિક સિંહોને જોવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ ગીર ખાતે આવે છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝન દરમિયાન 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી એમ 4 મહિના ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જોકે, આ વર્ષે ગીરમાં વરસાદ ઓછો પડ્યો છે.આ ઉપરાંત જંગલના કાચા રસ્તાઓ પણ યોગ્ય સ્થિતિમાં છે. આથી 15 ઓક્ટોબરના નિર્ધારિત સમય કરતા 13 દિવસ વહેલી એટલે કે 3 ઓક્ટોબરથી ગીર જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

13 દિવસ વહેલા સિંહ દર્શન

તમને જણાવી દઈએ કે, દર વર્ષે મોટી સંખ્યામાં સાસણમાં લોકો સિંહ દર્શન માટે આવતા હોય છે. ત્યારે 13 દિવસ વહેલા સિંહ દર્શન શરુ થતાં પ્રવાસીઓમાં આનંદ છવાયો છે.સિંહ દર્શન વહેલું શરૂ થવા અંગે વન અને પર્યાવરણ પ્રધાનનું નિવેદન પણ સામે આવ્યું છે. અર્જુન મોઢવાડિયાનું કહેવું છે કે,જે લોકોને માહિતી નથી તેવા લોકો વિરોધ કરે છે. આપણું સિંહોનું સંવર્ધન સમગ્ર વિશ્વમાં નમૂનારૂપ, આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને જ નિર્ણયો લેવાતા હોય છે.નિયમ પ્રમાણે જ સિંહ દર્શન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે.સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. જોકે, ચોમાસાની સિઝનમાં સિંહોના મેટીંગ પિરીયડનો સમય હોય છે. ત્યારે આ પ્રાણીને કોઇ ખલેલ ન પડે તે માટે સિંહોનું વેકેશન રખાય છે.

 

Breaking News : વનકર્મી પર હુમલો કરનાર સિંહને શોધવા વનવિભાગની 11 ટીમોએ આખી રાત તપાસ કરી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">