Breaking News: રાજકોટમાં રેપિડો સામે રીક્ષાચાલકોનો રોષ, ભાડામાં કપાતને લઈને ત્રિકોણબાગે વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો
Rajkotમાં રેપિડો સાથે સંકળાયેલા રીક્ષાચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. શહેરના ત્રિકોણબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં રીક્ષાચાલકો ભેગા થઈને Rapido સામે રોષ વ્યક્ત કર્યો હતો.
રીક્ષાચાલકોનો આક્ષેપ છે કે રેપિડો કંપની દ્વારા ભાડામાં કપાત કરવામાં આવી છે, જેના કારણે તેમની આવક પર સીધી અસર પડી રહી છે. પહેલા કંપની પ્રતિ કિલોમીટર ₹15 આપતી હતી, જ્યારે હવે તેને ઘટાડીને ₹12 કરવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે હજારો રીક્ષાચાલકોમાં અસંતોષ ફેલાયો છે.
આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યો છે
માહિતી મુજબ, રાજકોટમાં અંદાજે 2 હજાર જેટલા રીક્ષાચાલકો રેપિડો સાથે જોડાયેલા છે. આ તમામ ચાલકોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારી અને ખર્ચ વચ્ચે ભાડામાં ઘટાડો કરવો તેમના માટે આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યો છે. તેઓએ કંપની પર શોષણ કરવાનો આક્ષેપ કર્યો છે અને દર વધારવાની માંગણી કરી છે.
ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી
આ મામલે હજુ સુધી કંપની તરફથી સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી, પરંતુ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
આ ઘટનાએ શહેરમાં ગીગ ઇકોનોમી સાથે જોડાયેલા કામદારોની પરિસ્થિતિ અને પડકારોને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધા છે.