Breaking News : પાકિસ્તાન હાલ પ્રોબેશન પીરિયડ પર, અવળચંડાઇ કરશે તો છોડીશુ નહીં-રાજનાથ સિંહ
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભૂજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. તેમણે અહીંથી સંબોધન કર્યુ કે ઓપરેશન સિંદૂરથી ભારતનું મસ્તક ઊંચુ થયુ છે. આપણે દુશ્મન દેશની ધરતી પર જઇને મિસાઇલ ફેંકી છે. જેની ગુંજ માત્ર દુશ્મન દેશ જ નહીં આખી દુનિયામાં સંભળાઇ છે.
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભૂજ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. તેમણે અહીંથી સંબોધન કર્યુ કે ઓપરેશન સિંદૂરથી ભારતનું મસ્તક ઊંચુ થયુ છે. આપણે દુશ્મન દેશની ધરતી પર જઇને મિસાઇલ ફેંકી છે. જેની ગુંજ માત્ર દુશ્મન દેશ જ નહીં આખી દુનિયામાં સંભળાઇ છે. તેમણે કહ્યુ કે ઓપરેશન સિંદૂરનું નેતૃત્વ આપણી એરફોર્સે કર્યુ છે. તેમણે કહ્યુ કે એરફોર્સની પહોંચ પાકિસ્તાનના દરેક ખુણા સુધી છે. આ સાથે જ તેમણે કહ્યુ કે ભારતીય સીમા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
દુષ્ટો સાથે વિનમ્રતા ન કરવી જોઇએ-રાજનાથ સિંહ
આ ઉપરાંત રાજનાથ સિંહે કહ્યુ કે દુષ્ટો સાથે વિનમ્રતા ન કરવી જોઇએ. પાકિસ્તાનને હાલમાં પ્રોબેશન પીરિયડ પર રાખવામાં આવ્યુ છે. જો નહીં સુધરે તો તેને નહીં છોડવામાં આવે. સીઝફાયર ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત રાજનાથે કહ્યું કે નાસ્તો કરવા જેટલા સમયમાં જ આંતકવાદીઓનો ખાત્મો કર્યો છે.
IMFના ફંડથી આતંકી ઢાંચો બનાવશે પાકિસ્તાન-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે ભૂજમાં કરેલા સંબોધનમાં IMFએ પાકિસ્તાનને કરેલા ફંડિગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે પાકિસ્તાન IMFના ફંડથી આતંકી ઢાંચો બનાવશે તેવુ લાગી રહ્યુ છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન અને આતંકનો નજીકનો સંબંધ છે. પાકિસ્તાન આતંકવાદના નશામાં છે. IMFના ફંડથી આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ ન થવુ જોઇએ. તેમણે જણાવ્યુ કે નવુ ભારત સહન નથી કરતુ, તે પલટવાર કરે છે.
આ ‘સિંદૂર’ સૌંદર્યનું નહીં સંકલ્પનું પ્રતીક-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે જણાવ્યુ તે ઓપરેશન સિંદૂર શૌર્યનું પ્રતીક છે. આ ‘સિંદૂર’ સૌંદર્યનું નહીં સંકલ્પનું પ્રતીક છે. આ સિંદૂર આતંકવાદના માથા પર લાલ રેખા છે. જો આગામી સમયમાં પણ આંતકવાદી કોઈ પણ પ્રકારનો હુમલો કરવાની કોશિશ પણ કરશે તો તેમને છોડવામાં નહીં આવે.
ભારત હવે વિદેશી હથિયારો પર નિર્ભર નથી-રાજનાથ સિંહ
રાજનાથ સિંહે જણાવ્યુ કે ભારત હવે વિદેશી હથિયારો પર નિર્ભર નથી. આપણા સ્વદેશી હથિયારોએ પોતાની તાકાત બતાની દીધી છે. તેમા પણ બ્રહ્મોસ મિસાઇલે રાતના અંધારામાં દિવસના તારા તે દેશને બતાવી દીધા છે.