Breaking News : જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ વિવાદ બાદ RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 13, 2026 | 1:36 PM

થોડા સમય પહેલા રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચનો વિવાદ સામે આવ્યો હતો. જેમાં લાખો રુપિયાનો ખર્ચ થયો હતો. RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ-જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો મુદ્દા બાદ થયેલા વિવાદની ઇફેક્ટ સામે આવી છે. RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. RMCની મીટીંગો,અચાનક ગોઠવાતા સરકારી કાર્યક્રમોમાં શોર્ટ ટેન્ડર કરવામાં આવશે. અત્યાર સુધી આવા કાર્યક્રમોમાં મૌખિક ઓર્ડર આપીને રકમ ચૂકવવામાં આવતી હતી. જો કે જંગલેશ્વર ખર્ચ વિવાદ બાદ હવે શોર્ટ ટેન્ડર બાદ જ ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મનપાના અનેક કામો અટકી જાય તેવી શક્યતા છે.

શું જંગલેશ્વર ડિમોલેશન વિવાદ?

રાજકોટ શહેરના ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતુ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરુ કરવામાં આવી હતી. અંદાજે 1498 જેટલા મકાનોનું ડિમોલેશન કરાયું હતુ, થોડા સમય પહેલા રાજકોટ શહેરમાં જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો હતો. ટોટલ જંગલેશ્વર ડિમોલેશન બિલ 27 લાખ ઉધારવામાં આવ્યું હતું. મહત્વનું છે કે 3 દિવસ અને 8 ઝોનમાં ચાલેલા ડિમોલિશનનું બિલ ચર્ચામાં છે.ડિમોલેશન વખતે ફરજ પર હાજર કર્મચારીઓની ખાણીપીણીનું 27.20 લાખનું બિલ આવ્યું હતુ.

શું છે શોર્ટ ટેન્ડર?

તાત્કલાકિ ખર્ચા કરવામાં આવતા હોય છે. તેની સત્તા અધિકારીઓ પાસે હોય છે. પરંતુ હવે જંગલેશ્વરનો વિવાદ સામે આવતા હવે શોર્ટ ટેન્ડરના આધારે ખરીદી કરવામાં આવશે. હવે જે ટેન્ડરની પ્રકિયા હોય તેમાં એક સપ્તાહ જેટલો સમય લાગે છે. કોઈ પણ ખરીદી પહેલા એક ટેન્ડર બહાર પાડવાનું હોય છે. જે-તે પાર્ટી હોય છે. તે આ ટેન્ડર ભરે છે, તેના ભાવ મંગાવવામાં આવે છે. ત્યારબાદ જે પ્રકિયા છે તે હાથ ધરવામાં આવે છે. એટલે જે ઈમરજન્સી ખર્ચાઓ અત્યાર સુધી અધિકારીઓની મૌખિક સૂચનાથી થતાં હતા તે હવે શોર્ટ ટેન્ડરથી થશે.

 

Breaking News : રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના બિલ સામે કોંગ્રેસે કાજુકતરી સાથે વિરોધ કર્યો , જુઓ Video અહી ક્લિક કરો

 

Follow Us