Rajkot Breaking News: ઉપલેટામાં 1.5 મહિનાના લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Rajkot Breaking News: ઉપલેટામાં 1.5 મહિનાના લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ

| Updated on: Sep 11, 2026 | 12:08 PM

રાજકોટના ઉપલેટા પંથકમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ મળવાની સાથે પાકને જીવનદાન મળવાની આશાએ જગતના તાતમાં ખુશી પ્રસરી ગઈ છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આશરે 1.5 મહિનાના લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાનું આગમન થયું છે. ઉપલેટા વિસ્તારમાં વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા. બપોર સુધી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને વરસાદી માહોલ સર્જાતાં મોટી રાહત મળી છે.

વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આ મેઘમહેરથી ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધીમીધારે વરસી રહેલા આ અમૃતરૂપી વરસાદથી ખેતરોમાં ઊભા મોલને નવજીવન મળશે અને પાકને મોટો ફાયદો થવાની શક્યતા છે. સારા વરસાદની આશા સાથે જગતના તાતે રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે.

દમણમાં ‘થાર-ફોર્ચ્યુનર સંકલ્પ યાત્રા’: 350 SUV ચાલકોને લેવડાવાયા સુરક્ષિત ડ્રાઇવિંગના શપથ, સ્ટંટબાજોને ચેતવણી

Published on: Sep 11, 2026 11:51 AM
Follow Us
Loading...
Unable to load recommendations.