Breaking News Rajkot : ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન! જુઓ Video
ડીઝલની અછત અંગે સાંસદ પરષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું છે. તેવમ બોલ્યા કે હાલ 40% ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલુ છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. ડીઝલની અછત અંગે ખોટી અફવાઓ ન ફેલાવવા માટે સાંસદ પરષોત્તમ રૂપાલાએ અપીલ કરી છે.
રાજકોટમાં આધારકાર્ડ કેન્દ્રના ઉદ્દઘાટન પ્રસંગ વચ્ચે સાંસદ પરષોત્તમ રુપાલાનું ડીઝલ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેવમ બોલ્યા કે વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે. હાલમાં 40 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ છે. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. લોકો બિનજરૂરી લાઇનો ન લગાવે એવી અપીલ પણ તેમણે કરી છે. ખોટો વિચાર કરીને ડીઝલ સંગ્રહ ન કરવાની પણ વાત કરી છે. સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે પ્રયત્નશીલ છે.
ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
રાજકોટ જિલ્લાના ધોરાજી ગામના પેટ્રોલ પંપ પર 2 દિવસ પહેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ડીઝલ લેવા માટે આવેલા વાહન ચાલકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા હતા. પુરતું ડીઝલ ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કામકાજ છોડીને વહેલી સવારથી જ લાઈનોમાં ઉભા રહેવા માટે ખેડૂતો મજબૂર થયા હતા. લાઈનોમાં લાગેલા ખેડૂતોને માત્ર 10 લીટર જેટલું જ ડીઝલ અપાતા રોષનો માહોલ સર્જાયો હતો. આશરે 3થી 4 કલાકો સુધી લાઈનોમાં ખેડૂતો ઉભું રહેવું પડે છે. જલ્દી વારો આવતો નથી અને જ્યારે વારો આવે છે ત્યારે માત્ર 500થી 1000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે આવો આરોપ ખેડૂતોનું છે