AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News  : લોધિકા સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વિવાદ,  જયેશ રાદડીયા ફરી ચર્ચામાં, 'જંગલ કોઈ પણ હોય સિંહ તો એક જ રહેશે' તેવી પોસ્ટ વાયરલ

Breaking News : લોધિકા સંઘની ચૂંટણી બાદ પોસ્ટર વિવાદ, જયેશ રાદડીયા ફરી ચર્ચામાં, ‘જંગલ કોઈ પણ હોય સિંહ તો એક જ રહેશે’ તેવી પોસ્ટ વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2026 | 12:57 PM
Share

સૌરાષ્ટ્રનાં રાજકારણની સાથે સોશિયલ મીડિયામાં જયેશ રાદડીયા ફરી ચર્ચામાં આવ્યા છે.જયેશ રાદડીયાનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે.રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં 2 બળવાખોર ઉમેદવારોની જીત છે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનો મામલો ફરી એક વખત ગરમાયો છે. સહકારી આગેવાન અને જિલ્લા બેન્કનાં ચેરમેનની પોસ્ટ પર ધમાલ મચી છે.જયેશ રાદડીયાનાં સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે. રાજકોટ જિલ્લાનાં સહકારી ક્ષેત્રમાં દબદબો યથાવત હોવાનો સંદેશ છે. જંગલ કોઈ પણ હોય સિંહ તો એક જ રહેશે તેવી અલગ અલગ પોસ્ટ વાયરલ થઈ રહી છે.સૌરાષ્ટ્રનાં રાજકારણની સાથે સોશિયલ મીડિયામાં જયેશ રાદડીયા ફરી ચર્ચામાં આવ્યા છે.

સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાયું

9 સપ્ટેમ્બરના રોજ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ હતુ. કુલ 5 બેઠક માટે મતગણતરી હતી. 3 બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ જેમને મેન્ડેટ આપ્યું હતુ તે ઉમેદવારો જીત્યા હતા. જ્યારે 2 ઉમેદવારો બળવાખોર ઉમેદવાર એટલે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જેને મેન્ડેટ આપવામાં આવ્યું તેની હાર થઈ હતી. આ બળવાખોર ઉમેદવાર ધારાસભ્ય જયેશ રાદડિયાના સમર્થક હોવાનું સામે આવ્યું છે. એટલા માટે આ ચૂંટણીમાં જે મહત્વની બેઠકો ગણાતી હતી. તે બંને મહત્વની બેઠકો પર જયેશ રાદડિયાના સમર્થકો છે. તે વિજેતા થયા છે. જેને લઈને સ્થાનિક કક્ષાએ રાજકારણ ગરમાયું છે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં 2 બળવાખોર ઉમેદવારોની જીત છે.જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ બળવાખોરો પર નિશાન સાધ્યું હતુ.બે સીટની હારનું અમને દુઃખ છે.જે બે બળવાખોરની જીત થઇ છે તેઓ ભાજપના કાર્યકર્તા નથી.પાર્ટીના મેન્ડેટનો અનાદર કરે તે ભાજપના કાર્યકર્તા ન હોઇ શકે. પ્રદેશ સમક્ષ બળવાખોર વિજેતા ઉમેદવારની ફરિયાદ કરીશું.ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પણ મેન્ડેટ આધારીત થશે.

 

Breaking News : રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, જુઓ Video અહી ક્લિક કરો

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">