Breaking News : જંગલેશ્વરનું ડિમોલેશન ભાજપ પર ફર્યું, કોંગ્રેસની જીત

જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતુ. જેનો ફાયદો ભાજપ નહી પરંતુ કોંગ્રેસને થયો છે.

| Updated on: Apr 28, 2026 | 11:02 AM

રાજકોટ વોર્ડ નંબર 16માં કોંગ્રેસની જીત થઈ છે.જંગલેશ્વર વિસ્તારમાં કોંગ્રેસની જીત છે.જે વિસ્તારમાં ડિમોલેશન થયું તે વિસ્તારમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.
ગત ટર્મમાં ચારેય સીટો ભાજપ પાસે હતી, આ વખતે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનના કારણે કોંગ્રેસની જીત થઈ છે.રાજકોટ મહાનગરપાલિકા માટે આ વિસ્તાર ખુબ ચર્ચામાં રહ્યો હતો. કોંગ્રેસના ચારેય ઉમેદવારની જીત થઈ છે. કહીશકાય કે, જંગલેશ્વર ડિમોલેશનનો ભોગ ભાજપ બન્યું છે.

 

જંગલેશ્વર ડિમોલેશનનો ભોગ ભાજપ બન્યું

તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીમાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી શરુ કરવામાં આવી હતી.જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતુ.અનેક હિસ્ટ્રીશિટરોના બંગલાઓ તોડી પાડવામાં આવ્યાં છે.જેમાં પીજીવીસીએલને દર વર્ષે અંદાજે 50 લાખ રૂપિયાની વીજચોરીનું નુકસાન થતું હતું.1509 બાંધકામો પૈકી 1504 બાંધકામો સંપૂર્ણ તોડવામાં આવ્યાં હતા.

શા માટે જંગલેશ્વરમાં ડિમોલેશનની જરૂર ?

જંગલેશ્વર વિસ્તાર આજી નદીકાંઠાનો વિસ્તાર છે.નદીકાંઠાના વિસ્તારમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ઉભા હતા.નદીનો પટ પુરવા લાગ્યા હતા,જેના કારણે ચોમાસાના સમયમાં આ વિસ્તાર પાણીમાં ગરકાવ થતો હતો.આજી ડેમ ઓવરફ્લો થતાં આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા હતા.આ ઉપરાંત નદી કાંઠામાં ગેરકાયદેસર પ્રવૃતિઓ પણ થતી હતી.કેટલાક લેભાગુ તત્વોએ આ વિસ્તારમાં ઓરડીઓ બનાવી હતી જેથી ચોમાસામાં હાલાકી હતી. આજી નદી બુરાવાને કારણે ચોમાસામાં હાલાકી પડે છે.

 

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: જૂનાગઢ જિલ્લા પંચાયતની અમરાપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય અહી ક્લિક કરો

Published On - 10:36 am, Tue, 28 April 26

Follow Us