Breaking News : બિલ્ડરને બર્થડેની પાર્ટી આપવી મોંઘી પડે, હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીને લઇને પોલીસે 38 સામે ફરિયાદ નોંધી જુઓ વીડિયો
રાજકોટ અને મોરબીનાં ઉદ્યોગપતિઓ સહિત નામાંકિત વ્યક્તિઓ પાર્ટીમાં સામેલ હતાં.હોટેલ મેનેજર સહિત 38 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3 વ્યક્તિઓ જેમાં કેટરીંગ સ્ટાફ સહિતનાં હોટલ સાથે સંકળાયેલાં સામે પણ કાર્યવાહી. મોરબીનાં વરમોરા ગ્રુપની કાર પણ સામેલ હતી.
રાજકોટમાં નબીરાઓ દ્રારા ચાલી રહેલી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટીનો પર્દાફાશ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં દારૂની હાઇપ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી. આ અંગેની જાણ રાજકોટ ડીસીપી ઝોન 2 એલસીબીને થતાં તેમના દ્રારા દરોડો કરવામાં આવ્યો હતો અને પાર્ટીમાં સામેલ 76 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 33 મહિલાઓ અને 43 પુરૂષોને ડિટેઇન કર્યા છે અને સિવીલ હોસ્પિટલ ખાતે તેને મેડિકલ ચેક અપ માટે લઇ જવામાં આવ્યા હતા.
38 સામે ફરિયાદ
પોલીસની પ્રાથમિક તપાસમાં બિલ્ડર ગ્રુપ ડેકોરાના ચિરાગ પટેલ દ્રારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ચિરાગ પટેલનો થોડા દિવસ બાદ જન્મદિવસ હતો જેની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટની સરાઝા હોટેલના બેન્કવીટ હોલમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના નામાંકિત બિલ્ડરો અને તેના પરિવારો,નામાંકિત તબીબો,ઉધોગપતિઓ અને રાજકીય અગ્રણીઓના સબંધીઓ હાજર હોવાનું સામે આવ્યું છે.પોલીસે અહીંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.જો કે દારૂ ક્યાંથી આવ્યો તે અંગે સ્પષ્ટતા થઇ શકી નથી.
તેમજ પોલીસે દરોડા પાડ્યા બાદ જ હોટલની લાઇટો બંધ કરી દેવામાં આવી હોવાનો આરોપ સામે આવ્યો છે.ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કેમ હોટલની લાઇટો બંધ કરી દેવામાં આવી. શું પોલીસ પાર્ટીમાં હાજર મોટામાથાઓને છાવરી તો નથી રહી છે. જ્યારે આ મામલે DCPને પૂછવામાં આવ્યું તો તેઓએ દોષિતો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહીની વાત કરી છે.
3 હોટલ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ દાખલ
ચિરાગ પટેલનો બર્થડે પાર્ટી હતી. જે માટે ગેધરીંગ કરવામાં આવ્યુ હતુ. રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 38 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પાર્ટી માણનાર 35 જેટલા આયોજક સહિતના મહેમાન તેમજ 3 હોટલ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હોટલ સ્ટાફમાં સર્વિંગ સ્ટાફ તેમજ મેનેજમેન્ટ સંભાળનારા વ્યક્તિઓએ દારૂનું સેવન કર્યું હોવાનું ખુલ્યું છે. પોલીસે 92 થી વધુ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ કલેક્ટ કરાવ્યા છે.