રાજકોટ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શંકાસ્પદ એનાલૉગ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જો કે TV9ની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે ફેક્ટરી કર્મચારીનો દાવો હતો કે તે તો ખીરાનું કામ કરી રહ્યો છે. પનીર વિશે તેને કંઈ ખબર નથી. અગાઉ પડેલા દરોડો વિશે પણ અજાણ હોવાનો તેણે નનૈયો ભણ્યો. એટલું જ નહીં તેણે ફેક્ટરીનો દરવાજો ખોલવાની પણ ના પાડી દીધી. આ સમગ્ર મામલે હવે મોટો પર્દાફાશ થયો છે.
TV9ના અહેવાલમાં બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ફોર્ચ્યુન કારખાનામાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.આક્ષેપ બાદ લાતી પ્લોટ પહોંચી આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી.ફોર્ચ્યુન કારખાનામાં આરોગ્ય વિભાગની ટીમની તપાસ કરી હતી. હવે જોવાનું રહેશે કે, આરોગ્ય વિભાગની ટીમ શું એક્શન લે છે.
રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં શંકાસ્પદ એનાલોગ પનીરનું ઉત્પાદન ચાલુ છે. ફોર્ચ્યુન પનીરમાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન ચાલુ છે.ગત 25-જૂનના રોજ આ જ સ્થળેથી મનપાએ એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.અસલી પનીર કહીને એનાલોગ પનીરનું વેચાણ થતું હતું.એનાલૉગ પનીર પર રાજ્યમાં પ્રતિબંધ છે. ત્યારે પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતે આજથી જ નકલી પનીર એટલે કે એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કે પરિવહન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. વધારા પૈસા કમાવવા માટે એનાલોગ પનીર એ અસલી પનીરના વિકલ્પ તરીકે હોટલ-રેસ્ટોરન્ટ અને પનીરના ઉત્પાદકોએ શોધી કાઢ્યો છે. એનાલોગ પનીર તાજા દૂધમાંથી બનાવવામાં આવતું નથી, પરંતુ વનસ્પતિ તેલ જેમ કે પામ તેલ, દૂધ પાવડર અથવા દૂધના ઘન પદાર્થો, સ્ટાર્ચ અને ઇમલ્સિફાયર જેવા ઘટકોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.