Breaking News : રાજકોટ શહેરમાં ડોમીનોઝ પીઝામાંથી માખી નીકળી, જુઓ Video
રાજકોટમાં ડોમીનોઝ પીઝામાંથી માંખી નીકળી છે.સેટેલાઇટ ચોક સ્થિત આઉટલેટમાં ગ્રાહકે ખરીદેલા પીઝામાંથી માંખી નીકળી હતી.ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે.
એક બાજુ તહેવારોની સીઝન આવી રહી છે. ત્યારે લોકો આ દરમિયાન બહારનું ફુડ વધારે આરોગતા હોય છે. આ પહેલા રાજકોટ શહેરમાં ડોમીનોઝ પીઝામાંથી માખી નીકળ્યાની ફરિયાદ સામે આવી છે. રાજકોટના સેટેલાઇટ ચોકમાં આવેલા આઉટલેટમાં પીઝામાંથી માખી નીકળ્યાનો ગ્રાહકનો દાવો છે. ગ્રાહક પીઝા ખાઇ રહ્યા હતા તે સમયે માખી નીકળતા ફરિયાદ કરી હતી.ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.
પિઝાના આઉટલેટસમાં આવી બેદરકારી પહેલા પણ આવી ચૂકી
આઉટલેટના કર્મચારીએ ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોના આધારે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે ? તે જોવાનું રહ્યું. તમને જણાવી દઈએ કે, ગુજરાતના કેટલાક શહેરો અમદાવાદ, રાજકોટ,સુરતમાંથી ફેમસ પિઝાના આઉટલેટસમાં આવી બેદરકારી પહેલા પણ આવી ચૂકી છે.
જો તમારી સાથે પણ આવી ઘટના બને તો શું કરવું. તો તમારા ઓર્ડરમાં જ્યાં જીવાત દેખાઈ રહી છે તેના સ્પષ્ટ ફોટા અને વીડિયો પુરાવા તરીકે મોબાઇલમાં સેવ કરી લો. તેના બિલનો પણ ફોટો પાડી લો.પીઝા સાચવી રાખો. ફુડને ફેંકી ન દો. તેને બોક્સમાં પેક કરીને બાજુ પર મૂકી દો, જેથી જરૂર પડે ત્યારે પુરાવા તરીકે બતાવી શકાય.
ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી?
રેસ્ટોરન્ટ/એપ પર ફરિયાદ તમે કરી શકો છો. જો તમે ઝોમેટો (Zomato), સ્વિગી (Swiggy) અથવા કોઈ ચોક્કસ બ્રાન્ડ (જેમ કે ડોમિનોઝ, પિઝા હટ) પરથી ઓર્ડર કર્યો હોય, તો એપના Customer Support માં જઈને ‘Food Quality Issue’ હેઠળ ફોટા સાથે ફરિયાદ કરો.ફૂડ સેફ્ટી વિભાગ (FSSAI) ને ફરિયાદ કરી શકો છો. જો રેસ્ટોરન્ટવાળા તમારી વાત ન સાંભળે, તો તમે ભારત સરકારના ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ કરી શકો છો. તમે FSSAI Food Safety Connect એપ અથવા તેમની વેબસાઇટ પર પુરાવા સાથે ઓનલાઇન ફરિયાદ નોંધી શકો છો.