Breaking News: રાજકોટના જંગલેશ્વરમાં હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત, PGVCLને 50 લાખનું થતું હતું નુકસાન, જુઓ Video

| Edited By: | Updated on: Feb 24, 2026 | 2:20 PM

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે મહા કાર્યવાહી યથાવત્ છે. સોમવારે 1119 જેટલી મિલકતો તોડી પાડ્યા બાદ આજે વધુ 300 ઈમારતોને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. બપોરે 3 વાગ્યા સુધી ડિમોલિશન ચાલવાની શક્યતા છે. ત્યારબાદ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવશે. સમગ્ર ઓપરેશનને 7 ઝોનમાં વહેંચીને સુચારૂ રીતે અમલમાં મૂકાયું છે.

70થી 150 વાર સુધી સરકારી જમીન દબાવી લીધી હતી

જંગલેશ્વર વિસ્તારમાં અનેક પાકા મકાનો હોવાથી તોડફોડની કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. તપાસ મુજબ કુખ્યાત આરોપીઓએ 70થી 150 વાર સુધી સરકારી જમીન દબાવી લીધી હતી. પોશ વિસ્તારના બંગલાને ટક્કર મારે તેવા આ ભવ્ય બંગલાઓ આજે બુલડોઝર સામે ન ટકી શક્યા.

આ વિસ્તાર આરોપીઓ માટે આશ્રયસ્થાન બન્યો હોવાના થયા ખુલાસા

અધિકારીઓના જણાવ્યા અનુસાર અનેક હિસ્ટ્રીશીટરોના બંગલાઓ તોડી પાડવામાં આવ્યા છે. સાથે જ વીજચોરીનો મોટો ભાંડો ફૂટ્યો છે. PGVCLને દર વર્ષે આશરે 50 લાખ રૂપિયાનું નુકસાન થતું હતું. આ વિસ્તાર આરોપીઓ માટે આશ્રયસ્થાન બન્યો હોવાના પણ ખુલાસા થયા છે. પ્રશાસનનો દાવો છે કે ગેરકાયદે કબ્જા સામે આવનારા દિવસોમાં પણ આવી જ સખ્ત કાર્યવાહી ચાલુ રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us