Breaking News : વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલના રંગમાં પોલીસે પાડ્યો ભંગ, શહેર ભાજપ યુવા પ્રમુખ સહિત 15 જેટલા નબીરાઓ ઝડપાયા, જુઓ Video
Valsad: વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે રેડ કરી છે. આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. આ દારૂ પાર્ટીમાં નગરપાલિકાના માજી સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદારો પણ સામેલ હતા.
રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના વલસાડમાંથી સામે આવી છે. જેમાં વલસાડમાં જન્મદિવસની પાર્ટીની આડમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ છે. આદર્શ સોસાયટીમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર નગરપાલિકાના માજી સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદારો પણ આ દારૂ પાર્ટીમાં સામેલ હતા. જન્મદિવસની બેફામ ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી ચાલી રહી હતી જેમાં અચાનક પોલીસે દરોડા કરી રંગમાં ભંગ પાડ્યો હતો.આ રેડ દરમિયાન ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઝડપાયા છે. મકાનની અગાશી પર પાર્ટી કરી રહેલા 15 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજ્યમાં એકતરફ કાગળ પર દારૂબંધી છે તો બીજી તરફ ભાજપના જ નેતાઓ દારૂપાર્ટીમાં પકડાયા છે. આ હાઈપ્રોફાઈલ દારૂપાર્ટીમાં હાલ તો 15 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે સવાલ એ પણ છે કે શું અન્ય કોઈ મોટા માથા પણ આ પાર્ટીમાં સામેલ હતા કે કેમ?
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…