AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ! ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણથી પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો

Gujarati Video : રાજકોટમાં દારૂબંધીના ધજાગરા ! ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણથી પોલીસની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 9:46 AM
Share

રાજકોટમાં બુટલેગરોને પોલીસ અને કાયદાનો ડર જ ન હોય તે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યાં છે. લોકો દેશી દારૂ પીતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે દેશી દારૂનું ખુલ્લેઆમ બાર ચાલી રહ્યું છે.

રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. બુટલેગરોને પોલીસ અને કાયદાનો ડર જ ન હોય તે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યાં છે. લોકો દેશી દારૂ પીતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે દેશી દારૂનું ખુલ્લેઆમ બાર ચાલી રહ્યું છે. અને લોકો પણ આરામથી કોઇપણ જાતના ડર વિના દારૂ પી રહ્યાં છે.

આ પણ વાંચો : Rajkot : કોઠારીયામાં ફ્રી નિદાન કેમ્પમાં બબાલ, અકળાયેલા ભાજપના નેતાએ ચાલતી પકડી, જુઓ Video

ખુલ્લેઆમ દારૂના વેચાણનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે કે શું પોલીસની હપ્તાખોરીને કારણે દારૂનું વેચાણ થઇ રહ્યું છે. શું પોલીસ અને બુટલેગરની મિલિભગતથી ખુલ્લેઆમ દેશી દારૂનું ભઠ્ઠી ધમધમી રહી છે. જે દારૂના અડ્ડા સામાન્ય લોકોને પણ ખબર હોય તેનાથી પોલીસ કેવીરીતે અજાણ હોઇ શકે. પોલીસની મિલિભગત વિના ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો સંભવ જ નથી.

બિશ્નોઈ ગેંગના ચાર સાગરિત ઝડપાયા

તો બીજી તરફ વડોદરાના ભાયલી તાલુકામાં લાખોના વિદેશી દારૂ સાથે બિશ્નોઈ ગેંગના ચાર સાગરિત ઝડપાયા છે. પીસીબી પોલીસે ઘેવર બિશ્નોઈ, પુનમારામ બિશ્નોઈ અને અન્ય 2 આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રથી લવાયેલો વિદેશી દારૂ ભાયલી તાલુકાના વડસર બ્રિજ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત ગોડાઉનમાંથી 900 પેટી વિદેશી દારૂ, દારૂ ભરેલું કન્ટેનર, 2 ટેમ્પો, 1 કાર અને 2 ટુ-વ્હીલર જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા વિદેશી દારૂની કિંમત અંદાજે 45 લાખ જેટલી થાય છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">