Breaking News : PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ, માઈક્રોન બાદ વધુ એક પ્લાન્ટ સાણંદમાં થયો તૈયાર
સાણંદ ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં કેઇન્સ સેમિકોનના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના સાથે જ રાજ્યમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત બની ગયો છે. આ પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શનની શરૂઆત પણ કરવામાં આવી છે, જે ભારતના ટેક્નોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. […]
સાણંદ ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં કેઇન્સ સેમિકોનના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના સાથે જ રાજ્યમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત બની ગયો છે. આ પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શનની શરૂઆત પણ કરવામાં આવી છે, જે ભારતના ટેક્નોલોજી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે ‘આજનો દિવસ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડને ચરિતાર્થ કરે છે.આ શરુઆતથી ભારતની ઇકોનોમિક ઇકોસિસ્ટમને મજબુતી મળશે. આ મિશનથી દેશના 6 રાજ્યોમાં 10 પ્રોજેક્ટ પર કામ થઇ રહ્યુ છે. કેઇન્સ અને માઇક્રોપ્રોજેક્ટ પણ આના જ ભાગ છે. સાણંદમાં બનવાવાળી ચિપ અમેરિકા સુધી પહોંચશે. ‘
દરરોજ અંદાજે 10 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની શક્યતા
Published on: Mar 31, 2026 02:27 PM
Follow Us