Breaking News : નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જવાના છો ? આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જવાના છો ? આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

| Updated on: Oct 05, 2026 | 2:37 PM

નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચવાની શક્યતા છે. આસો નવરાત્રિના પર્વને લઈને પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટવાના હોવાથી રોપવે સેવા માટે ખાસ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

આસો નવરાત્રિના પર્વને લઈને પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટવાના હોવાથી રોપવે સેવા માટે ખાસ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને નવરાત્રિ દરમિયાન રોપવે સેવા સામાન્ય દિવસો કરતાં વહેલી સવારે શરૂ કરવામાં આવશે.

નવરાત્રિના કેટલાક દિવસોમાં રોપવે સેવા સવારે 4:00 વાગ્યાથી શરૂ થશે, જ્યારે અન્ય દિવસોમાં સવારે 5:00 વાગ્યાથી રોપવે શરૂ કરવામાં આવશે. ભક્તો અને મુસાફરોની સુવિધા માટે રોપવે સેવા રાત્રે 9:00 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. જો ભક્તોની ભીડ વધુ રહેશે તો રોપવે સેવાનો સમય લંબાવવામાં આવે તેવી શક્યતા પણ છે.

આ દિવસોમાં સવારે 4 વાગ્યાથી રોપવે સેવા

આસો નવરાત્રિ દરમિયાન એકમ, ત્રીજ, સાતમ, આઠમ, નવમી, તેરસ, ચૌદશ અને પૂનમના દિવસે રોપવે સેવા સવારે 4:00 વાગ્યાથી શરૂ થશે.

આ દિવસોમાં સવારે 5 વાગ્યાથી સેવા

જ્યારે બીજ, ચોથ, પાંચમ, છઠ્ઠ, દશમ, અગિયારસ અને બારસના દિવસે રોપવે સેવા સવારે 5:00 વાગ્યાથી શરૂ કરવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચવાની શક્યતા છે. ત્યારે વહેલી સવારે રોપવે સેવા શરૂ કરવાનો નિર્ણય ભક્તોને સુવિધા આપવા અને ભીડનું સંચાલન સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ રહેશે.

Breaking News : માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ! હવે મહેસૂલી કર્મચારીઓ શું કરશે? જુઓ Video

Published on: Oct 05, 2026 02:37 PM
Follow Us
Loading...
Unable to load recommendations.