Breaking News : ઓપરેશન સિંદુરની એનિવર્સરી પહેલા કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ Video
7મે 2026ના રોજ ઓ“ઓપરેશન સિંદૂર”ની પહેલી એનિવર્સરી છે. બીએસએફ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી આવી છે.કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.
કચ્છમાં ડ્રગ્સના પેકેટો મળ્યા બાદ હવે બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા ચર્ચાઓ શરુ થઈ છે.બીએસએફ પેટ્રોલિંગ દરમ્યાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી આવી છે.બીએસએફની પ્રાથમિક તપાસ દરરમિયાન બોટમાં માછીમારીનો સામાન મળી આવ્યો હતો, પાકિસ્તાન બોટના કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી. પાકિસ્તાન બોટ મળવાના મામલે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે. કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, 7મે 2026ના રોજ ઓ“ઓપરેશન સિંદૂર”ની પહેલી એનિવર્સરી છે. ત્યારે કચ્છ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ મળતાં ખળભળાટ મચી ગયો છે.તપાસમાં વાંધાજનક વસ્તુઓ ન મળતાં રાહતનો શ્વાસ લેવાયો છે.
ઓપરેશન સિંદૂર
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, જે આ ક્રિયાના પ્રતીકાત્મક મહત્વને દર્શાવે છે.