Breaking News : વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું, સુરત પોલીસે કરી કાર્યવાહી

Breaking News : વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું, સુરત પોલીસે કરી કાર્યવાહી

| Updated on: Aug 27, 2026 | 1:20 PM

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દ્વારા તમિલનાડુમાં 1,000થી વધુ ટાપેન્ટાડોલ દવાના પેકેટ મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

સરથાણા પોલીસે ગોકુલમ આર્કેડમાં આવેલી એક દુકાન પર દરોડો પાડી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના શિડ્યુલ H1 કેટેગરીની દવાઓનું વેચાણ કરવાના આરોપમાં કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી નિકુંજ ગજેરા ઓનલાઈન માધ્યમથી નશાકારક દવાઓનું વેચાણ કરતો હતો.

સુરતમાં H1 કેટેગરીની દવાઓનું વેચાણ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દ્વારા તમિલનાડુમાં 1,000થી વધુ ટાપેન્ટાડોલ દવાના પેકેટ મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ સુધી પણ નશાકારક દવાઓ પહોંચાડવામાં આવી હોવાની માહિતી પોલીસને મળી છે.

વિદ્યાર્થીઓ કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં દવા ભેળવીને નશો કરતા

તપાસ દરમિયાન વિદ્યાર્થીઓ કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં દવા ભેળવીને નશો કરતા હોવાની વિગતો પણ સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પોલીસે દવાઓના ઓનલાઈન વેચાણ અને સપ્લાય સાથે સંકળાયેલા નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.

દવાઓનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું

દરોડા દરમિયાન આરોપી પાસેથી 200થી વધુ દવાના પેકેટ્સ તેમજ ત્રણ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલી દવાઓના પ્રકાર અને તેમાં રહેલા ઘટકોની તપાસ માટે ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવી રહી છે. હાલમાં જપ્ત કરાયેલી દવાઓનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જો પરીક્ષણમાં દવાઓમાં નાર્કોટિક્સના અંશ મળી આવશે, તો આરોપી સામે NDPS એક્ટ હેઠળ વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

પોલીસ હવે આ ઓનલાઇન નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, દવાઓ ક્યાંથી મેળવવામાં આવતી હતી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં તેનો કેટલો સપ્લાય કરવામાં આવ્યો છે તે અંગે તપાસ કરી રહી છે.

Breaking News: રક્ષાબંધનની પર ભાઇને મીઠાઇ ખવડાવતા પહેલા સાવધાન, સુરતમાં મીઠાઈની દુકાનના માવાના સેમ્પલ ફેઈલ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Aug 27, 2026 01:17 PM
Follow Us
Loading...
Unable to load recommendations.