Breaking News : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો જુઓ, Video

| Edited By: | Updated on: Jul 07, 2026 | 1:45 PM

ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદને લઈ નર્મદામાં નવાનીર આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે.સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેનાથી નર્મદાના RBPH ના 2 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે.

એક બાજુ મેઘરાજાની શાહી સવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ખુશીથી વાવણી કરી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદના કારણે નદી-નાળાઓ છલકી ગયા છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થયો છે.

નર્મદામાં નવા નીર આવ્યા

ઉપરવાસના મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં વરસાદ ને લઈ નર્મદામાં નવાનીર આવ્યા હતા.હાલ ઉપરવાસમાંથી 28,295 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેનાથી નર્મદા ડેમની સપાટી 126.62 મીટર સુધી પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં 20 સેમી નો વધારો થયો છે. નર્મદાના RBPH ના 2 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમ 65 ટકા ભરાયેલ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

ગુજરાતની જીવાદોરી

સરદાર સરોવર બંધ એ ભારતના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડિયા શહેર નજીક નર્મદા નદી પર બનેલો બંધ છે. આ બંધ ભારતના ગુજરાત , મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યોને પાણી અને વીજળી પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યો હતો.આ બંધને ‘ગુજરાતની જીવાદોરી’ કહેવામાં આવે છે. 2021માં, પહેલી વાર સરદાર સરોવર બંધ ઉનાળામાં સિંચાઈ માટે પાણી પૂરું પાડ્યું હતુ.

 

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Follow Us