Breaking News : નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 17 સેમીનો વધારો, પાણીની આવક 47775 ક્યુસેક થઈ, જૂઓ Video

Breaking News : નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 17 સેમીનો વધારો, પાણીની આવક 47775 ક્યુસેક થઈ, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2023 | 11:46 AM

નર્મદા જિલ્લામાં આવેલી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સપાટી વધી છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે

 Narmada : હાલમાં ચોમાસુ (Monsoon 2023)  જામ્યુ છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સપાટી વધી છે. મધ્યપ્રદેશમાં વરસાદને કારણે પાણીની સપાટીમાં વધારો થયો છે. હાલમાં ડેમમાં પાણીની આવક 47775 ક્યુસેક છે. તો નર્મદા ડેમની સપાટી 120.60 મીટરે પહોંચી છે.

આ પણ વાંચો- Morbi : પાણીની ભારે આવક થતા મચ્છુ 3 ડેમના 2 દરવાજા ખોલાયા, જૂઓ Video

નર્મદા ડેમની સપાટીમાં 12 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ ડેમમાં પાણીની જાવક માત્ર 11763 ક્યુસેક છે. સરદાર સરોવરમાં હાલ 1326.70 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે. આ વર્ષે પણ નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચે એવી શક્યતા જોવા મળી રહી છે.

(with input- vishal Pathak, Narmada)

Published on: Jun 30, 2023 11:41 AM
g clip-path="url(#clip0_868_265)">