Breaking News: નડિયાદમાં 4 સિલિન્ડર બ્લાસ્ટ સાથે 12 સ્ટોલ ખાખ, કપડવંજમાં પણ દોડધામ

Breaking News: નડિયાદમાં 4 સિલિન્ડર બ્લાસ્ટ સાથે 12 સ્ટોલ ખાખ, કપડવંજમાં પણ દોડધામ

| Edited By: | Updated on: Nov 10, 2026 | 5:47 PM

નડિયાદના કોલેજ રોડ પર ભીષણ આગ લાગતાં 12 ફૂડ સ્ટોલ અને કપડાંનો સ્ટોર બળીને ખાખ થયા છે. 4 સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી હતી. બીજી તરફ કપડવંજમાં પણ ઝાડમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો.

ખેડા જિલ્લામાં આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. નડિયાદના વ્યસ્ત કોલેજ રોડ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કપડાંના સ્ટોર સહિત આસપાસના આશરે 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં આવી ગયા હતા. ભીષણ આગ દરમિયાન 4 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડના 7 ફાયર ફાઈટરો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. આગ અત્યંત ભીષણ હોવાથી તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં હજુ આશરે 3 કલાક જેટલો સમય લાગી શકે છે.

બીજી તરફ, ખેડાના કપડવંજમાં રત્નાકર માતા રોડ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં એક ઝાડમાં અચાનક આગ લાગી હતી. જોકે, કપડવંજ ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી.

છઠ પૂજા સ્પેશિયલ: ખરનાના દિવસે બનતી પવિત્ર ગોળની ખીર, નોંધી લો ટેસ્ટી પ્રસાદ બનાવવાની સરળ રીત

Follow Us
Loading...
Unable to load recommendations.