Breaking News: અમદાવાદના ઈસનપુરમાં મોબાઈલ ટાવરમાં લાગી આગ, દૂર-દૂર સુધી ફેલાયો ધુમાડો, જુઓ VIDEO
અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ઈસનપુર ભૈરવનાથ રોડ પર આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભૈરવનાથ રોડ પર આવેલા પોલીસ સ્ટેશન નજીક મોબાઈ ટાવરમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ બની હતી કે જોત જોતામાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

મોબાઈલ ટાવરમાં લાગી આગ
મળતી માહિતી અનુસાર મોબાઈલ ટાવરમાં લગાવવામાં આવેલા ઈલેક્ટ્રિક સાધનોમાં આગ લાગી હતી. આગ ધીમે ધીમે વધતા સ્થાનિકોમાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. મોબાઈલ ટાવરના ઉપરના ઈલેક્ટ્રિક સાધનોમાં ક્યા કારણોસર આગ લાગી હતી તે સામે આવ્યું નથી.
ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
મહત્વનું છે કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરબ્રિગેડ દોડી આવ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે રાહતની વાતએ છે કે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
આ પણ વાંચો : Breaking News : ભારતે 2036 Olympicsના આયોજન માટે પોતાનો રોડમેપ રજૂ કર્યો, અમદાવાદ માટેનું પોતાનું વિઝન IOC સમક્ષ રાખ્યું