Breaking news: ઉધનામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ, 5 કામદારો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ કઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનમાં રાખેલા જ્વલનશીલ પ્લાસ્ટિક સામગ્રીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

આગની ઘટનામાં કામ કરી રહેલા પાંચ કામદારો આગની ચપેટમાં આવ્યા હતા, જેઓ ગંભીર રીતે દાઝ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને આગમાં ફસાયેલા તમામ પાંચ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તમામ દાઝેલા કામદારો સારવાર હેઠળ
હોસ્પિટલના મેડિકલ ઓફિસરે જણાવ્યું છે કે, હાલ તમામ દાઝેલા કામદારો સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર છે. બીજી તરફ પોતાના સ્વજનો આગની ચપેટમાં આવતા પરિજનોમાં ભારે ચિંતા અને ગભરાટ જોવા મળ્યો હતો.
કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. જોકે, આગની ઘટનામાં સમગ્ર કારખાનું બળીને ખાખ થઈ ગયું છે. હાલ આગ કયા કારણોસર લાગી તેની તપાસ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.