Breaking News : મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું, જુઓ Video
આણંદમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો.
મધ્ય ગુજરાતની સૌથી મોટી ઘટના બની છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો. દુર્ઘટનામાં 3ના મોત, 5-6 ઈજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી છે. દુર્ઘટના બાદ પણ તંત્ર ગંભીર નહીં. ઘટનાસ્થળ પર હજુ પણ બેરિકેડિંગ નથી કરાયું. સામાન્ય લોકોને બ્રિજ પર જતા રોકવા પ્રયાસ નહીં. દુર્ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા છે.
5 લોકોનું કરાયું રેસ્ક્યૂ
બ્રિજનો બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો છે. બે ઈકોવાન, એક પીકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં પડ્યા. નગર પાલિકા, ફાયર બ્રિગેડ, NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યૂ ઑપરેશનમાં જોડાયા છે. 5 લોકોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. વડોદરાના પાદરામાં આવેલા મહીસાગર નદીના બ્રિજ તૂટવાની ઘટનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તો આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે કે 4થી 5 વાહનો પાણીમાં ખાબક્યા હોવાનું જણાવ્યુ.
