Breaking News : ભાજપના તાલુકા પંચાયત સદસ્યનો પુત્ર જ નીકળ્યો બુટલેગર, કારમાંથી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી

| Updated on: Jun 21, 2026 | 2:34 PM

ખેડામાં દારૂની હેરાફેરી કરતા ભાજપ નેતાનો પુત્ર રંગે હાથ ઝડપાયો છે. કપડવંજ તાલુકા પંચાયતના ભાજપના સભ્યનો પુત્ર જ બુટલેગર નીકળ્યો છે. મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી આવી હતી.

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં અવાર-નવાર દારુ ઝડપાયાના સમાચાર સામે આવે છે. ત્યારે આજે એક એવા સમાચાર સામે આવ્યા છે. જે સાંભળી તમે પણ અચરજ પામી જશો. કારણ કે, ખુદ ભાજપના નેતાનો દીકરો દારુની હેરાફેરી કરતા ઝપાયો છે. ત્યારે હવે આ નેતા સામે અનેક સવાલો થઈ રહ્યા છે.ખેડા જિલ્લામાં દારૂની હેરાફેરીમાં ભાજપ નેતાના પુત્રનું કનેક્શન સામે આવતા ખળભળાટ મચ્યો છે. કપડવંજ તાલુકા પંચાયતની વઘાસ બેઠકના ભાજપના સભ્ય મફતસિંહ ઝાલાના પુત્રને દારૂની ખેપ મારતા રંગે હાથ ઝડપવામાં આવ્યો છે.

SMCએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. અને શંકાસ્પદ સફેદ રંગની હ્યુન્ડાઈ ક્રેટા કાર આવતા જ તેને રોકી તપાસ કરી હતી. જેમાં મફતસિંહ ઝાલાના પુત્ર લિંકન ઝાલા અને તેના સાગરીત જીજ્ઞેશ ઝાલા પાસેથી વિદેશી દારૂ અને બિયરની 2 હજાર 160 બોટલ મળી આવી હતી.

કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત

દારૂ, કાર અને 5 મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. જ્યારે દારૂની ખેપ માટે ખોટી નંબર પ્લેટ લગાવ્યાનો પણ ઘટસ્ફોટ થયો છે. હાલ લિંકન ઝાલા સહિત કુલ 8 આરોપી સામે ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ નડિયાદના પીપળાતા પાસે SMCની ટીમે દરોડા પાડ્યા ત્યારે ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પાસેથી પણ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ભાજપ નેતાઓના આ “દારૂ કનેક્શન” અનેક સવાલો ઊઠાવી રહ્યા છે.

ખેડાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.