Breaking News: 5 સેકન્ડના અંતરે જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ જામનગરનો ટાવર પડવાનો CCTV Video
જામનગરમાં જાહેરાત માટે લગાવાયેલો ટાવર અચાનક ધડાકાભેર તૂટી પડ્યા હતા. ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર રણજીતસાગર રોડ પર લગાવાયેલા આ ટાવર અચાનક થોડો પવન આવતા જ તૂટી પડ્યા હતા. ટાવર તૂટવાના સીસીટીવી દૃશ્યો સામે આવ્યા છે. જેમા જોઈ શકાય છે કે થોડા પવનમાં જ ટાવર તૂટી પડે છે.
જામનગરના ભરચક વિસ્તારોમાં ગણાતા રણજીતસાગર રોડની બંને સાઈડમાં મુકેલા જાહેરાત માટેના ટાવર અચાનક ધરાશાયી થયા. થોડા પવનમાં જ આ ટાવરનું સ્ટ્રક્ચર હલબલી ગયુ અને અચાનક ધડાકાભેર બંને ટાવર તૂટી પડ્યા. આ ટાવર ધરાશાયી થયા તેની 5-7 સેકન્ડ પહેલા જ ત્યાંથી એક ટુવ્હીલર ચાલક પસાર થઈ રહ્યા હતા અને સદ્દનસીબે ફ્રેક્શન ઓફ સેકન્ડના અંતરે મોટી દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ.. જો આ ટાવર કોઈની પર પડ્યા હોત તો તેનો જીવ જવાની પણ પુરી શક્યતા હતી.
શહેરમાં આવેલી બ્રિલિયન્ટ નામની સ્કૂલ દ્વારા આ ટાવર મુકવામાં આવ્યા હતા અને પવનને કારણે અચાનક આ ટાવર ધડાકાભેર તૂટી પડ્યા હતા. જામનગરમાં આવેલો રણજીતસાગર રોડ અત્યંત ભરચક અને ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. તેને ધ્યાને રાખીને જ ખાનગી સ્કૂલ દ્વારા આ વિસ્તારમાં જાહેરાતના ટાવર મુકવામાં આવ્યા હતા. પરંતુ થોડા પવનમાં જ આ તોતિંગ ટાવર ધડાકાભેર નીચે પડ્યા હતા. જે ટાવરના નબળા સ્ટ્રક્ચરની સાબિતી પૂરે છે.
અચાનક ટાવર તૂટી પડવાની આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા અને ટાવરને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ આ પ્રકારના જાહેરાતના હોર્ડિંગ તેમજ ટાવરને દૂર કરવાની માગ કરવામાં આવી છે. જાહેર માર્ગ પર આ પ્રકારના તોતિંગ સ્ટ્રક્ચરને કોઈ જ આધાર વિના ખડકી દેવાથી લોકોના જીવ પણ જઈ શકે છે.
Input Credit- Divyesh Vayeda- Jamnagar
Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય